Healthy Eyes: આંખને હેલ્ધી રાખવા રોજ ખાવ આ ફળ, બાજ જેવી તેજ નજર થઈ જાશે

Healthy Eyes: જો આ ચશ્માથી છુટકારો મેળવવો હોય અને આંખને હેલ્ધી રાખવી હોય તો ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે. ડાયટમાં યોગ્ય ફળનો સમાવેશ કરવાથી આંખનું સ્વાસ્થ્ય સારું રહે છે.

Healthy Eyes: આંખને હેલ્ધી રાખવા રોજ ખાવ આ ફળ, બાજ જેવી તેજ નજર થઈ જાશે

Healthy Eyes: આંખ આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ હોય છે. આંખ વિના જીવવું મુશ્કેલ થઈ જાય છે. તેથી જરૂરી છે કે આંખના સ્વાસ્થ્યને લઈને પણ જાગૃત રહેવું જોઈએ. આજનો સમય એવો છે જેમાં દરેક વ્યક્તિનો સ્ક્રીન ટાઈમ સતત વધતો જાય છે. આ સિવાય સ્ટ્રેસના કારણે પણ આંખ પર ખરાબ અસર પડે છે. નાની ઉંમરમાં બાળકોને ચશ્મા આવી જતા હોય છે. જો આ ચશ્માથી છુટકારો મેળવવો હોય અને આંખને હેલ્ધી રાખવી હોય તો ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે. ડાયટમાં યોગ્ય ફળનો સમાવેશ કરવાથી આંખનું સ્વાસ્થ્ય સારું રહે છે. આજે તમને જણાવીએ આંખ માટે ફાયદાકારક ફળ ક્યું છે?

જે લોકોની આંખ નબળી હોય તેમણે પણ આ ફળ ખાવું જોઈએ અને જે લોકોને આંખ સ્વસ્થ હોય તેમણે પણ આ ફળ ખાવું જોઈએ. આ ફળ ખાવાથી ક્યારેય ચશ્માની જરૂર નહીં પડે. આંખ માટે વરદાન સમાન ફળ છે કીવી. કીવી આંખ માટે ફાયદાકારક માનવામાં આવે છે. કીવીમાં એવા તત્વો હોય છે જે આંખની દ્રષ્ટિએ સુધારે છે. તેનાથી આંખની ઘણી બધી સમસ્યાઓમાં ફાયદો થાય છે. 

કીવીમાં લ્યુટીન અને  જેક્સૈન્થિન હોય છે. આ બે મહત્વપૂર્ણ પોષક તત્વો આંખ માટે જરૂરી છે. આ પોષક તત્વો આંખને અલગ અલગ બીમારીઓથી બચાવે છે અને સાથે જ હાનિકારક કિરણોથી પણ આંખનું રક્ષણ કરે છે. 

વિટામીન સી થી ભરપુર કીવી આંખની કોશિકાઓના થતા નુકસાનને અટકાવે છે. કીવી એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેમનો સ્ક્રીન ટાઈમ વધારે હોય છે. કારણ કે તે આંખના સ્ટ્રેસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કીવીનું નિયમિત સેવન કરવાથી આંખમાં બ્લડ ફ્લો સુધરે છે. 

સ્ક્રીન ટાઈમ વધારે હોવાથી આંખમાં ડ્રાયનેસ પણ વધારે રહેતી હોય છે. આ તકલીફમાં પણ કીવી ફાયદો કરે છે. કીવીમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે આંખની ડ્રાયનેસને દૂર કરે છે. તેનાથી આંખને જરૂરી મોઈશ્ચર મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news