બિજિંગ: કોરોના મહામારી (Coronavirus)ના પ્રકોપ વચ્ચે ચીનથી આવેલા એક સમાચાર રાહત પુરી પાડી રહ્યા છે. ચીની વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે એક એવી દવા વિકસિત કરી છે, જેથી કોરોનાના ફેલાવાને રોકી શકાય છે. જો વૈજ્ઞાનિકોનો આ દાવો સાચો સાબિત થાય છે, તો વેક્સીનની રાહ જોઇને બેસેલી દુનિયાને મહામારીથી મુક્તિ મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનની પ્રતિષ્ઠિત પેકિંગ યૂનિવર્સિટી (Peking University)માં વૈજ્ઞાનિકોની ટીમ દવાનું પરીક્ષણ કરી રહી છે. જેથી ના ફક્ત સંક્રમિત દર્દીઓને સાજા કરી શકાય છે, પરંતુ થોડા સમય માટે વાયરસ વિરૂધ પ્રતિરક્ષા પણ તૈયાર કરે છે. યૂનિવર્સિટીના બીજિંગ એડવાસ્ડ ઇનોવેશન સેન્ટર ફોર જીનોમિક્સ્ના નિર્દેશ સુન્ને શી (Sunney Xie)એ કહ્યું કે જાનવરો પર થયેલું દવાનું પરીક્ષણ સફળ રહ્યું છે. 


ઉંદર પર સફળ પ્રયોગ
તેમણે જણાવ્યા અનુસાર જ્યારે અમે સંક્રમિત ઉંદરમાં આ ન્યૂટ્રલાઇજિંગ એન્ટીબોડીને ઇજેક્ટ કર્યું, તો પાંચ દિવસ બાદ વાયરલ લોડ 2500ના કારકથી ઓછો થઇ ગયો હતો. તેનો અર્થ એ છે કે દવાની ચિકિત્સીય પ્રભાવ થયો. આ દવા વાયરસને કોશિકાઓને સંક્રમિત કરતાં રોકવા માટે માનવ પ્રતિરક્ષા સિસ્ટમ દ્વારા તૈયાર ન્યૂટ્રલાઇજિંગ એન્ટીબોડીનો ઉપયોગ કરે છે. જેથી ટીમ દ્વારા કોરોનાથી ઠીક 60 દર્દીઓને લોહીથી અલગ કરવામાં આવ્યો. 


દિવસ-રાત કર્યું કામ
શીની ટીમ દ્વારા કરવામાં આવેલા અધ્યનને રવિવારે સાન્ટિટિફિક જર્નમાં પ્રકાશિત કરવામાં આવ્યો. જેમાં એમ કહેવામાં આવ્યું છે કે એન્ટીબોડીનો ઉપયોગ કોરોના વાયરસના સંભવિત સારવાર માટે થઇ શકે છે અને સાથે જ આ બિમારીથી ઠીક થવાનો સમયગાળો પણ ઓછો કરી શકાય છે. સુન્ને શીએ કહ્યું કે તેમની ટી એન્ટીબોડી માટે દિવસ-રાત કામ કરી રહી છે. તેમણે આગળ કહ્યું કે અમારી વિશેષતા પ્રતિરક્ષા-વિજ્ઞાન અથવા વિષાણુ વિજ્ઞાનના બદલે એક-કોશિકા જીનોમિક્સ છે. જ્યારે અમે અનુભવ્યું છે કે એકલ-કોશિકા જીનોમિક દ્વષ્ટિકોણ પ્રભાવી રીતે તે એન્ટીબોડીને મેળવી શકે છે, તો અમે એકદમ રોમાંચિત થયા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર