તમારા વરની સિગરેટ પીવાની આદત ભલે ન છૂટે, પણ તેની આ બાબતોનું બરાબર ધ્યાન રાખજો
દર વર્ષે 9 માર્ચને નો સ્મોકિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ સિગરેટ પીનારાઓને આ લત છોડવા અને જેઓ નથી પીતા તેમને તેનાથી દૂર રહેવાની સલાહ આપવાનો હોય છે. દરેક લોકો જાણે છે કે, ધૂમ્રપાન હેલ્થ માટે હાનિકારક છે. એનસીબીઆઈના રિપોર્ટ અનુસાર, 1 સિગરેટ પીવુ એ તમારા જીવનની 11 મિનિટ ઓછી કરી દે છે. જેનાથી તમને જોખમનો અંદાજ આવે છે. સિગરેટ પીનારા લોકોની આસપાસ ઉભા રહેનારા લોકોને પણ તે નુકસાન પહોંચાડે છે. સિગરેટથી કેન્સર, હાર્ટ એટેક, ફેફસાના રોગ તથા સ્ટ્રોક જેવા ગંભીર રોગ થવાની શક્યતા વધી જાય છે.
ઝી મીડિયા/બ્યૂરો :દર વર્ષે 9 માર્ચને નો સ્મોકિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ સિગરેટ પીનારાઓને આ લત છોડવા અને જેઓ નથી પીતા તેમને તેનાથી દૂર રહેવાની સલાહ આપવાનો હોય છે. દરેક લોકો જાણે છે કે, ધૂમ્રપાન હેલ્થ માટે હાનિકારક છે. એનસીબીઆઈના રિપોર્ટ અનુસાર, 1 સિગરેટ પીવુ એ તમારા જીવનની 11 મિનિટ ઓછી કરી દે છે. જેનાથી તમને જોખમનો અંદાજ આવે છે. સિગરેટ પીનારા લોકોની આસપાસ ઉભા રહેનારા લોકોને પણ તે નુકસાન પહોંચાડે છે. સિગરેટથી કેન્સર, હાર્ટ એટેક, ફેફસાના રોગ તથા સ્ટ્રોક જેવા ગંભીર રોગ થવાની શક્યતા વધી જાય છે.
સિગરેટ પીવાના અલગ અલગ બહાના
આજકાલની જનરેશનમાં ધૂમ્રપાન કરવાનો એક ટ્રેન્ડ બની ગયો છે. કેટલાક લોકો સિગરેટ પીએ છે, તો કટેલાક ગ્રૂપ બનાવીને હુક્કો પીએ છે. દરેકના સિગરેટ પીવાના અલગ અલગ બહાના હોય છે. કેટલાલ લોકો તેને સ્ટ્રેસ બસ્ટરનુ નામ આપે છે, તો કેટલાક કહે છે કે, સિગરેટ પીવાથી તેમનો તણાવ ઓછો થાય છે અને તેમને સારુ અનુભવાય છે. તો કેટલાક કહે છે કે, સવાર-સાંજ સિગરેટ પીધા વગર તેમનુ પેટ સાફ થતુ નથી. જોકે, આ વાતની પુષ્ટિ સાયન્સ પણ નથી કરતુ. પણ હકીકતમાં રિપોર્ટ કહે છે કે, ધૂમ્રપાન કરવાથી હકીકતમાં ચિંતા, તણાવ કે અન્ય માનસિક સમસ્યાઓમાં ખતરો વધી જાય છે.
આ પણ વાંચો : ગુજરાત સરકારે પોતાના જ દાવાને પોકળ સાબિત કર્યો, બેરોજગારોનો આંકડો એક શહેરની વસ્તી જેટલો નીકળ્યો
જલ્દી પડે છે આ આદત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માહિતી અનુસાર, માત્ર 4 થી 5 સિગરેટ પીવાથી જ સિગરોટની આદત પડી જાય છે. સિગરેટ પીનારા અનેક લોકોનુ માનવુ છે કે, પહેલા તેઓ એક-બે સિગરેટ જ પીતા હતા, બાદમાં તેમને આદત પડી ગઈ.
કેવી રીતે છોડશો સિગરેટની લત
ધૂમ્રપાન છોડવા માટે એક મજબૂત ઈચ્છાશક્તિ હોવી જરૂરી છે. જેની મદદથી તમે સિગરેટ પીવાની આદત છોડી શકો છો. જેના માટે તમને નીચેની ટિપ્સ કામ આવશે.
- ધૂમ્રપાન કરનારાઓથી અંતર જાળવો
- નિકોટીન રિપ્લેસમેન્ટ થેરેપીની મદદ લો
- રોજ એક્સરસાઈઝ કરો અને સારી ડાયટ લો
- રોજ યોગ્ય પ્રમાણમાં પાણી પીઓ
- જો તમને બેચેની થાય તો ડોક્ટરનો સંપર્ક કરો
એનસીબીઆઈની વેબસાઈટના એક સમાચાર અનુસાર, સિગરેટ પીનારા લગભગ 40 ટકા લોકો તેને છોડવાનો પ્રયાસ કરે છે. તેમાંથી કેટલાક લોકો ધૂમ્રપાન છોડવામાં અસફળ રહે છે. તો કેટલાક લોકો એક નિશ્ચિત સમય સુધી સિગરેટ પીવાનુ બંધ કરીને ફરીથી શરૂ કરી દે છે. જોકે, કેટલાક આદત છોડવામાં સફળ થાય છે.