મીણબત્તી સળગાવતા પહેલા સાચવજો, નહિ તો આ બીમારી શરીરમાં ઘર કરી જશે
Candle Smoke Disadvantage : જો તમને કેન્ડલ લાઈટ ડિનરનો શોખ હોય તો સાચવજો, મીણબત્તીનો ધુમાડો તમારા સ્વાસ્થયને નુકસાન પહોંચાડી શકે છે
Health Tips : આપણે ત્યાં તહેવારોમાં દીવો પ્રગટાવવાની પરંપરા છે. દીવા વગર આપણા ધાર્મિક કાર્યક્રમો પૂરા ગણાતા નથી. આજે દીવાનું સ્થાન મીણબત્તીએ લઈ લીધું છે. તો લાઈટ જવા પર પણ આપણે મીણબત્તી સળગાવીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે, નાનકડી દેખાતી મીણબત્તી પણ કેટલી ખતરનાક હોય છે. મીણબત્તીથી થતા નુકસાન પણ અનેક છે.
આપણે સાંભળીએ છીએ કે, સિગરેટ-બીડી કે ધૂમ્રપાનથી ફેફસાને અસર થાય છે. આ ધુમાડાથી ફેફસાનો રંગ લાલથી કાળો થઈ જાય છે. નળીઓ સૂકાવા લાગે છે. જેને કારણે શ્વાસ લેવામાં તકલીફોનો સામનો કરવો પડે છે. ધૂમ્રપાન, વાયુ પ્રદૂષણ અને અસ્વસ્થ ભોજનને કારણે આપણા ફેફસાને નુકસાન થાય છે. આપણી આસપાસ અનેક એવી ચીજો છે તે આપણા ફેફસાને ખરાબ કરે છે. શુ તમને ખબર છે કે મીણબત્તી સગળગાવવી પણ ખતરનાક સાબિત થઈ શકે છે.
9 વર્ષ પહેલાના અકસ્માત કેસમાં થયું સેટલમેન્ટ, વીમા કંપની ચૂકવશે 5.40 કરોડ
ડોક્ટર્સ અને રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલ શોધ અનુસાર કેટલાક લોકો માટે બહાર કરતા ઘરનો માહોલ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં મીણબત્તીથી નીકળતો ધુમાડો, ખાવાનું બનાવતા સમયે ગેસ કે ચુલો સળગાવતા નીકળેલો ધુમાડો પણ સામેલ છે.
મીણબત્તીથી કોને વધારો ખતરો
શોધ અનુસાર, જે લોકોને અસ્થમાની તકલીફ છે, તેઓએ મીણબત્તીના ધુમાડાથી દૂર રહેવુ જોઈએ. આ ધુમાડો તેમના ફેફસામાં જઈ શકે છે. તેમને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી શકે છે. કેન્ડલના ધુમાડાથી માત્ર શ્વાસની જ બીમારી નહિ, પરંતું ડીએનએ ડેમેજ, બ્લડ ઈન્ફ્લામેશનની સમસ્યા પણ થઈ શકે છે.
રાજકોટના હીરાસર એરપોર્ટનો આજથી પ્રારંભ, પ્રથમ ફ્લાઈટનું વોટર કેનનથી સ્વાગત કરાયું
રિસર્ચ અનુસાર, 18 વર્ષથી 25 વર્ષના યુવાઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું છે. જેમના પર મીણબત્તીના ધુમાડા પર રિસર્ચ કરવામાં આવ્યું હતું.
મીણબત્તીના ધુમાડાથી દૂર રહો
જો તમે મીણબત્તી સળગાવો છો તો ધ્યાન રાખો કે રૂમમાં બારી કે વેન્ટિલેશન હોય. કેન્ડલને સળગાવતા પહેલા બારી ખોલી નાંખો. જેથી મીણબત્તીથી નીકળતો ઘુમાડો સરળતાથી રૂમની બહાર નીકળી શકે. આ ધુમાડો માત્ર અસ્થનાના દર્દીઓ માટે જ નહિ, પરંતું તમામ લોકોના ફેફસા માટે નુકસાનકારક છે. ખાસ કરીને ઠંડીની મોસમમાં આપણે દરવાજા બંધ કરીને મીણબત્તી સળગાવીએ છીએ, આવામાં મીણબત્તી સળગાવવી ખતરા જેવી છે.
વધુ એક સ્વામીનારાયણ અનુયાયીનું વિવાદિત નિવેદન, હિન્દુ દેવતા વિરુદ્ધ ભડકાઉ શબ્દ બોલ્ય