9 વર્ષ પહેલાના અકસ્માત કેસમાં થયું સેટલમેન્ટ, વીમા કંપની ચૂકવશે 5.40 કરોડ
Largest Lok Adalat Settlement : 2014 ના અકસ્માતમા એક કેસમાં વીમા કંપની દ્વારા અરદારોને 5.40 રૂપિયા ચૂકવવા લોક અદાલતનો આદેશ
Trending Photos
Lok Adalat in Ahmedabad : હાલ ગુજરાતમાં કરાયેલું એક ઈન્સ્યોરન્સ સેટલમેન્ટ ચર્ચામાં આવ્યું છે. કારણ કે, આ સેટલમેન્ટ દસ-બાર લાખનું નહિ, પરંતુ 5.40 કરોડનું કરાયું હતું. નેશનલ લૉ સર્વિસના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પણ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2014 ના અકસ્માતના કેસમાં ઈન્સ્યોરન્સ કંપનીએ અરજદારના પરિવારને 5.40 કરોડનો ચેક આપ્યો છે. આ રકમ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. લોકઅદાલતમાં અકસ્માત કેસમાં મૃતકના પરિવારજનને IFFCO વીમા કંપનીએ 9 વર્ષ બાદ 5.40 કરોડનો ચેક આપ્યો છે.
2014 ના કેસમાં સેટલમેન્ટ થયું
આકેસ વર્ષ 2014 નો છે. એક ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા ભરૂચના પ્રકાશભાઈ વાઘેલા અમદાવાદથી વડોદરા જઈ રહ્યા હતા. નારોલ ટોલ પ્લાઝા પાસે ડ્રાઈવરના બેદરકારીથી અકસ્માત થયો હતો, અને તેમનુ નિધન થયું હતુ. તેથી તેમના પરિવારજનોએ ભરૂચની ટ્રિબ્યુનલમાં 3.94 કરોડનો દાવો કર્યો હતો.
2014 માં તેમની અરજી દાખલ કરાઈ હતી. જેથી હાલ આ કેસમાં સેટલમેન્ટ થતા તેમને વીમા કંપની તરફથી 014માં અરજીની તારીખથી હુકમની તારીખ સુધી 9%ના વ્યાજ પર રૂ. 6,31,35,000ની દાવા સાથેના કુલ 5.40 કરોડ રૂપિયા ચૂકવાયા છે. વીમા કંપનીએ વાટાઘાટોના અનેક રાઉન્ડ પછી એડવોકેટ હિરેન મોદી અને ક્રિતી પાઠકના સહયોગથી રૂ. 5,40,45,998 ચૂકવવા સંમત થયા હતા. આ રકમ અરજદારના ખાતામાં 4 અઠવાડિયાંમાં જમા થશે.
આખરે મૃતકોના પરિવારજનોને ઈફ્કો ટોકિયો કંપનીએ 5.40 કરોડ ચૂકવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે