Government Of India : તમે જે દવા લઈ રહ્યા છો, તે  અસલી છે કે નકલી, હવે તમે QR કોડથી જાણી શકો છો. કેન્દ્ર સરકારે 300 દવાઓની ઓળખ કરી છે, જેને QR કોડની મદદથી તમે જાતે તપાસી શકો છો.  ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ ફાર્મા કંપનીઓ માટે આ વિશે પરિપત્ર જાહેર કર્યો છે. Google લેન્સ અથવા તમારા મોબાઇલ ફોનથી સ્કેન કરીને તમારી માહિતી મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેલિક્સ હોસ્પિટલના એમડી ડૉ. ડીકે ગુપ્તાજણાવે છે કે, દેશમાં લાખોની સંખ્યામાં લોકોની મૃત્યુ નકલી દવાઓને કારણે તાય છે. આવામાં સરકારે મહત્વનું પગલું ભર્યું છે. સરકાર દ્વારા 300 દવાઓને નક્કી કરી છે, જેના પર બાર કોડ લગાવવું જરૂરી કર્યું છે. ઘણી વાર દવાઓના નામમાં ભૂલો પણ લોકોના મોતનું કારણ બની જાય છે. જેમ કે હવે તમે QR કોડથી દવાનું સાચું નામ, મેન્યુફેકચરિંગ કોણે કર્યું છે, દવાની એકપાયરી ડેટ શું છે, દવાનું મેન્યુફેક્ચરિંગ ક્યા થયું છે તે જાણી શકશે.


ગુજરાતના આ મંદિરમાં દોરો બાંધવાથી મટી જાય છે પથરી, બાદમાં પથરી જમા કરાવે છે લોકો


QR કોડ લગાવવાથી તમે શું જાણી શકો 
– દવા વાસ્તવિક છે અથવા નકલી.
- મેન્યુફેક્ચરિંગ કોણે કર્યું છે 
- દવાનો કાચો માલ ક્યાંથી આવ્યો હતો
- આ એ દવાઓ છે જે સામાન્ય લોકો ઉપયોગમાં લે છે 
- તાવની દવાની ફેમસ બ્રાન્ડ, ડોલો કે કાલ્પોલ 
- એલર્જીની દવાની ફેમસ બ્રાન્ડ – એલિગ્રા
- કેલ્શિયમમ સપ્લિમેન્ટ – શેલકેલ
-  ગર્ભનિરોધક દવા અનવોન્ટેડ 72
- અને પેટના દુખાવાની મલ્ટિપલ દવાઓના નામ સામેલ હશે 


અમેરિકાના H-1B વિઝા મેળવવાના ચક્કરમાં આવી કંપનીઓમાં ન ફસાતા, નહિ તો પસ્તાવો થશે


ક્યુઆર કોડ લગાવવાનું કામ મેન્યુફેક્ચરિંગ કંપની કરશે. આ એક પ્રકારનો આઈડેન્ટિફિકેશન કોડ હશે, જેમાં દવાનું પ્રૉપર અને જેનરિક નામ, બ્રાન્ડ અને ઉત્પાદકનું નામ અને સરનામું મળી રહેશે. દવાની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપેરી ડેટની માહિતી પણ તેમાં મળી રહેશે. સામાન્ય રીતે દવાની સ્ટ્રીપ કટને પછી એક્સપાયરી ડેટ કઈ જાતની હોય છે, સાથેના લોકોને ખબર પડે છે.


નવા નિયમોને 1 આગસ્ટથી લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આવી દવાઓ માર્કેટમાં ઉપલબ્ધ થતા થોડો વાર લાગશે. પરંતું સવાલ એ છે કે, શું આ પગલાથી નકલી દવાઓના વેચાણ પર કાબૂ મેળવી શકાશે. તે તો આ દવાઓના માર્કેટમાં આવ્યા બાદ જ ખબર પડશે. 


Friendship Day 2023: મિત્રની મૂર્તિ બનાવી રોજ પૂજા કરે છે આ ગુજરાતી