ગુજરાતના આ મંદિરમાં દોરો બાંધવાથી મટી જાય છે પથરી, બાદમાં પથરી જમા કરાવે છે લોકો

Gujarat Tourism : ગુજરાતમાં ભાત ભાતના અનોખા મંદિર આવેલા છે. કેટલાક મંદિર એવા છે, જેમાં લપસિયા ખાવા પડે છે, તો કેટલાકમા મીઠાની બાધા રાખવી પડે છે. આવા વધુ એક અનોખા મંદિર વિશે જાણીએ. જ્યાં આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે અહીં માનતા રાખવાથી વીર મહારાજના મંદિરે પથરીના દુખાવામાંથી છુટકારો મળે છે. જેને પણ પથરીનો દુ:ખાવો ઉપડે છે તે વ્યક્તિ મંદિરમાં આવી ને દોરો બંધાવવાથી એક મહિનામાં પથરી નીકળી જાય છે અને દૂ;ખાવો દૂર થઈ જાય છે. વિદેશથી અહી લોકો પથરીની બાધા લઈને આવે છે, અને દુખાવામાંથી મુક્તિ અપાવે છે. 

પથારીમાંથી મુક્તિ મળે છે

1/5
image

બનાસકાંઠાના ડીસાથી 100 કિલોમીટર દૂર રસાણામાં એક પૌરાણિક વીર મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિર લગભગ 250 વર્ષ જૂનું છે. કહેવાય છે કે, અહી વીર મહારાજના મંદિરમાં પથરીના દુખાવાથી મુક્તિ મળે છે. પથરીનો દુખાવો લઈને આવનાર લોકોને અહી દુખાવામાઁથી મુક્તિ મળે છે. લોકો દૂરદૂરથી અહી બાધા પૂરી કરવા આવે છે. પથરી માટે ભગવાનના નામનો એક દોરો બાંધવામાં આવે છે. પથરીના દુખાવામાં રાહત થતા આ દોરો અહીં આવીને છોડવામાં આવે છે. અને પથરી જમા કરાવવામાં આવે છે.

દોરો બાંધ્યાના એક મહિનામાં પથરી નીકળી જાય છે

2/5
image

કહેવાય છે કે, લોકો અહી વીર મહારાજના દર્શન કરીને ધન્ય બની જાય છે. જેને પણ પથરીનો દુખાવો હોય તે અહી માનતા રાખે છે. જેને પથરીનો દુખાવો ઉપડે તે આ મંદિરમાં આવીને દોરો બંધાવે છે. દોરો બાંધ્યાના એક મહિનામાં પથરી નીકળી જાય છે. આવા અનેક ચમત્કાર આ મંદિરમાં જોવા મળ્યા છે કે, લોકોનો પથરીનો દુખાવો વીર મહારાજે મટાડ્યો હોય. શ્રદ્ધાળુઓનું કહેવુ છે કે, માનતા રાખવાથી પથરીના દુખાવો મટી જાય અને આપ મેળે પથરી નીકળી જાય છે. અને કાયમી માટે પથરી પણ નથી થતી આ દુખ દૂર થતાં શ્રદ્ધાળુંઓ પથરીને મંદિરમાં આવીને પથરી ચઢાવે છે અને માનતા પુરી કરે છે.  

બાધા બાદ પથરી ચઢાવાય છે

3/5
image

એવુ પણ માનવામાં આવે છે કે, અહી લોકો પથરી નીકળ્યા બાદ પથરી પણ મૂકીને જાય છે. પથરીમાંથી નિજાત મળે એટલે લોકો અહી પથરી મૂકીને જાય છે. મંદિરમાં લગભગ 10 હજારથી વધુ પથરીઓ બાધા પૂર્ણ થયા બાદ મૂકવામા આવી છે. બાધા રાખી પોતાને થયેલી પથરી નીકળી જતા પાછા બાધા સ્વરૂપે આજ મંદિરમાં ચઢાવી દે છે.

4/5
image

દર્દીઓનું એવું કહેવું છે કે હોસ્પિટલમાં તમામ રિપોર્ટ કરાવે છે અને ડોકટર પથરીનું ઓપરેશન કહેછે  પણ અહીં આવેલા વીર મહારાજ ના મંદિરે અને હાથે દોરો બંધાયા બાદ ઓપરેશન વિના પથરીઓ નીકળી જાય છે.

આસપાસના પંથકમાં બહુ જ પ્રખ્યાત

5/5
image

આ મંદિર આસપાસના પંથકમાં બહુ જ પ્રખ્યાત છે. દૂરદૂરથી લોકો અહી પથરી દૂર કરવાની આશા સાથે આવે છે. તો રાજસ્થાન અને કાઠિયાવાડથી પણ લોકો અહી આવે છે. તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા પણ કેટલાક દર્દી અહી શ્રદ્ધાથી આવે છે. આમ, એવા અનેક પુરુવા છે કે, મંદિરમાં મહારાજે દર્દીઓને પથરી દૂર કરી હોય.