નવી દિલ્હી: આયુર્વેદમાં અનેક એવી ચીજો છે જે આપણને ચોંકાવતી રહે છે. આયુર્વેદમાં એક એવો ઉપાય પણ છે જેનાથી માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓમાં પણ સારા પરિણામ જોવા મળી શકે છે. જો તમે રાતે સૂતી વખતે નાભિમાં તેલ નાખશો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર જબરદસ્ત અસર જોવા મળી શકે છે. એમા પણ આ જે ઉપાય છે તે પરણિત પુરુષો માટે તો એક ઉત્તમ ચીજ છે. નાભિમાં તેલ નાખવાથી સેક્સ્યુઅલ હેલ્થ સારી થાય છે. જાણો નાભિમાં તેલ નાખવાના વધુ ફાયદા વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયુર્વેદિક વિશેષજ્ઞ ડો.અબરાર મુલ્તાનીના જણાવ્યાં મુજબ નાભિમાં સરસવનું તેલ નાખવું ખુબ ફાયદાકારક રહે છે. નાભિ આપણા શરીરનો સેન્ટર પોઈન્ટ કહેવાય છે. જો નાભિ સ્વસ્થ હોય તો શરીર પણ સ્વસ્થ અને નિરોગી રહે છે. અત્રે જણાવવાનું કે જરૂરી નથી કે તમે ફક્ત સરસવનું તેલ નાખો. આ સિવાય તમે નારિયેળનું તેલ એટલે કે કોપરેલ, જૈતુનનું તેલ, લીંબુનું તેલ, લીમડાનું તેલ પણ નાખી શકો છો. 


પુરુષોને નાભિમાં તેલ નાખવાથી થાય છે આ ફાયદા
એવું કહેવાય છે કે નાભિ આપણા પ્રજનન તંત્ર સાથે જોડાયેલી હોય છે અને જો નાભિ ગંદી અને બેક્ટેરિયાથી ભરેલી હોય તો તેનો સીધો પ્રભાવ યૌન સ્વાસ્થ્ય પર પડે છે. તેને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે તમે સૂતી વખતે બે ટીપા સરસવના તેલના નાભિમાં નાખી શકો છો. પરિણામ સ્વરૂપે તમારી સેક્સ્યુઅલ હેલ્થ સારી થશે અને શુક્રાણુઓમાં વધારો થશે. 


નાભિમાં તેલ નાખવાના અન્ય ફાયદા
- પેટનો દુખાવો, અપચો, ઝાડા વગેરે સમસ્યાઓમાં તમને નાભિમાં તેલ નાખવાથી ફાયદો થઈ શકે છે. 
- મહિલાઓને માસિકના દુખાવામાં રાહત મળે છે. 
- નાભિમાં કોપરેલ નાખવાથી મહિલાઓના હોર્મોનને બેલેન્સમાં રાખવામાં મદદ થાય છે. 
- નાભિમાં સરસવનું તેલ નાખવાથી શરીરની રંગતમાં ફેરફાર આવે છે. 
- હોથ મુલાયમ અને ગુલાબી રહે છે. 
- નાભિમાં સરસવનું તેલ નાખવાથી ઘૂંટણના દુખાવામાં ફાયદો થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube