Control Bad Cholesterol and Diabetes: ખરાબ જીવનશૈલીના કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે. સાથે જ ડાયાબિટીસ થઈ પણ શકે છે. બેડ કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર વધતું હોય તો તેનાથી હાર્ટ સહિતના અંગોને પણ અસર થવા લાગે છે. તેથી જરૂરી છે કે તમે હેલ્થી ડાયટ ફોલો કરો અને એવી વસ્તુઓનું સેવન ટાળો જેનાથી તમારું બેડ કોલેસ્ટ્રોલ વધે અને બ્લડ સુગર લેવલ વધે. જ્યારે લીલા શાકભાજીની વાત આવે તો ભીંડા ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ થી છુટકારો મળે છે અને સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ 5 સ્થિતિમાં પપૈયું ખાવાથી થાય છે નુકસાન, જાણો પપૈયું ખાવાથી થતી આડઅસર વિશે


તમને પણ દહીંમાં ખાંડ ઉમેરીને ખાવાની આદત છે ? તો આ બીમારી થાય તે પહેલા છોડી દો આદત


જમ્યા પછી અપચો થાય છે ? તો આ ઘરગથ્થુ નુસખાથી 5 જ મિનિટમાં મળશે આરામ


ભીંડા ખાવાથી ઘટે છે બેડ કોલેસ્ટ્રોલ


ભીંડા એવું શાક છે કે જેમાં વિટામીન, મિનરલ્સ, ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં પેક્ટીન નામનું તત્વ હોય છે જે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ નું લેવલ ઓછું કરવામાં મદદ કરે છે. તેના કારણે હાઈ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.


બ્લડ સુગર માટે ફાયદાકારક


ભીંડા ફાઇબરનો એક ઉત્તમ સોર્સ છે. તેથી તે પેટ સંબંધિત સમસ્યાને દૂર કરે છે અને ડાયજેશન સુધારે છે. ભીંડા ડાયાબિટીસના દર્દી માટે પણ ફાયદાકારક છે કારણ કે તેને ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.


ઇમ્યુનિટી વધે છે


રોગપ્રતિકારક શક્તિ સારી હોય તેનું મહત્વ આપણે સૌ સમજી ચૂક્યા છે તેવામાં ભીંડા ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમે ભીંડાને ડેઇલી ડાયટમાં ચિંતા વિના શામેલ કરી શકો છો.