જમ્યા પછી અપચો થાય છે ? તો આ ઘરગથ્થુ નુસખાથી 5 જ મિનિટમાં મળશે આરામ
Home Remedy for Indigestion: ઘણા લોકોના ભોજનના સમયમાં ફેરફાર થાય કે પછી કોઈ હેવી વસ્તુ ખાવામાં આવે તો અપચો થઈ જાય છે. તેના કારણે છાતિમાં બળતરા, પેટમાં દુખાવો થઈ શકે છે. આ સમસ્યાને રસોડામાં ઉપલબ્ધ વસ્તુથી 5 મિનિટમાં દુર કરી શકાય છે.
Trending Photos
Home Remedy for Indigestion: રસોઈ બનાવવામાં અલગ અલગ પ્રકારના મસાલા અને તેલ ઘી નો ઉપયોગ થાય છે. રસોઈમાં ઉપયોગમાં આવતી આ વસ્તુઓ શરદી ઉધરસ જેવી નાની મોટી બીમારીઓથી રાહત અપાવે છે. સાથે જ આ વસ્તુઓ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જેના કારણે તે શરીર માટે લાભકારી છે. ખાસ કરીને તકલીફમાં રસોડામાં ઉપલબ્ધ કેટલીક વસ્તુઓ તુરંત જ અસર કરે છે. ખાધા પછી અપચો થતો હોય તો તમે આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવાથી પાંચ જ મિનિટમાં પેટના દુખાવાથી રાહત થઈ જશે.
આ પણ વાંચો:
લવિંગ મટાડે છે અપચો
લવિંગમાં એન્ટિઓક્સિડન્ટ ની માત્રા વધારે હોય છે જે ઇમ્યુનિટી ને બુસ્ટ કરે છે. જે લોકોને અ પચાની તકલીફ હોય તેમણે એક ગ્રામ લવિંગમાં 3 ગ્રામ હરડે ચૂર્ણ મિક્સ કરીને ઉકાળો બનાવી લેવો. હવે આ ઉકાળામાં સિંધવ મીઠું ઉમેરીને પીવાથી અપચો મટે છે.
હળદરનો ઉપયોગ
અપચો મટાડવા માટે હળદર પણ અસરકારક છે. હળદર થી માત્ર અપચો જ નહીં પરંતુ ડાયાબિટીસ હૃદય રોગ જેવી સમસ્યામાં પણ લાભ થાય છે. હળદર નો ઉપયોગ કરવાથી અપચાંમાં પણ રાહત થાય છે. તેના માટે હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી હળદર ઉમેરીને પી શકો છો. નિયમિત રીતે હળદર પીવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ મટે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે