નવી દિલ્હીઃ મોટાભાગે લોકો સ્કિનની સમસ્યાથી પરેશાન રહે છે. સ્કિન પ્રોબ્લેમને દૂર કરવા માટે લોકો શું શું નથી કરતાં. ક્યારેય બજારમાં મળતી પ્રોડક્સનો ઉપયોગ કરે છે તો ઘણીવાર ઘરગથ્થુ ઉપાયો અપનાવે છે. ત્યારે આજે અમે તમને જૈતૂનના તેલ વિશે જણાવીશું. તમે પોતાની સ્કિન પર જૈતૂનના તેલના થોડા ટીપાં લઈ મસાજ કરશો તો સ્કિનની સમસ્યામાંથી છૂટકારો મળશે. આજે અમે તમને જણાવીશું કે, જૈતૂનના તેલથી સ્કિનને શું ફાયદો થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કિન પર લગાવો આ તેલઃ


- જો તમે ડ્રાય સ્કિનની સમસ્યાથી પરેશાન છો તો તમે જૈતૂનના તેલથી મસાજ કરી શકો છો. આવું કરવાથી ડ્રાય સ્કિનમાંથી રાહત મળશે.


- જો સ્કિન પર જૈતૂનના તેલથી મસાજ કરવામાં આવે તો પિંપલમાંથી પણ રાહત મળી શકે છે. પિંપલ્સની સમસ્યાના કારણે લોકોને શર્મિંદગીનો સામનો કરવો પડે છે. ત્યારે જૈતૂનના તેલના ઉપયોગથી આ સમસ્યામાંથી મુક્તિ મળશે.


- જૈતૂનના તેલના ઉપયોગથી ચહેરા પર ગ્લો આવશે. અને ચહેરા પર ચમક આવી જશે.


-જો સ્કિન પરની કરચલીને દૂર કરવા માગો છો તો જૈતૂનનું તેલ તમારા માટે ઉપયોગી સાબિત થશે. જૈતૂનના તેલથી મસાજ કરશો તો સ્કિન પરની કરચલિયો દૂર થશે. 


- જો તમે સ્કિનને ફેર કરવા માગો છો તો જૈતૂનના તેલથી મસાજ કરવી જોઈએ. આનાથી તમારા સ્કિનની કાળાશ દૂર થશે.


-જૈતૂનના તેલની અંદર એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. માટે આનાથી કોઈ પણ સંક્રમણ ઠીક થઈ શકે છે. જૈતૂનનું તેલ વધારે સમય સુધી ચહેરા પર લગાવીને ન રાખો. નહીં તો બીજી કોઈ સમસ્યા પણ થઈ શકે છે. જૈતૂનના તેલની મસાજ બાદ કોઈ સમસ્યા થાય તો તમે ડૉક્ટરનો સંપર્ક કરો.