Health Care: ડાયાબિટીસ એક એવી બિમારી છે જેને જળમૂળથી દૂર કરવી શક્ય નથી. પરંતુ આ બીમારીમાં કેટલાક આયુર્વેદિક ઉપાય કરીને બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે. આ આયુર્વેદિક ઉપાય કરવાથી ડાયાબિટીસના રોગીઓની તબિયત સારી રહે છે અને અન્ય બીમારી થવાનું જોખમ રહેતું નથી. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનીએ તો ડાયાબિટીસમાં ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ત્રિફળા ચૂર્ણ હરડે, બહેડા અને આમળાને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આ ત્રણેય વસ્તુનું સંયોજન બ્લડ સુગર લેવલની કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે જ શરીરની નાની મોટી સમસ્યાઓ પણ દવા વિના દુર થવા લાગે છે. ડાયાબિટીસના દર્દીઓ ત્રિફળા ચૂર્ણ અલગ અલગ રીતે લઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ ત્રિફળા ચૂર્ણ કઈ કઈ રીતે લઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો


Sore Throat: ચોમાસામાં થતો ગળાનો દુખાવો દુર કરવા અજમાવો આ આયુર્વેદિક ઉપચાર


Heartburn: 10 મિનિટમાં છાતીમાં થતી બળતરા થઈ જશે શાંત, આ પાવડર તુરંત કરે છે ઠંડક


બસ આટલી વાતની રાખશો તકેદારી તો આખું ચોમાસું બીમારી નહીં ફરકે તમારી આસપાસ


ઘી અને ત્રિફળા


સૌથી પહેલા એક ચમચી દેશી ઘી લેવું અને તેમાં ત્રિફળા મિક્સ કરવો. આ મિશ્રણને ગરમ પાણી સાથે લેવું. તેને લેવાથી આંતરડામાં જામેલું લેયરિંગ ક્લીન થાય છે. શરીરમાં જામેલા હાનિકારક પદાર્થ શરીરમાંથી બહાર નીકળી જાય છે અને શરીર ડિટોક્સીફાય થાય છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે.


છાશમાં ત્રિફળા


ત્રિફળા ને છાશમાં ઉમેરીને પણ પી શકાય છે તેનાથી પણ ફાયદો થાય છે. આ નુસખો દાદી નાનીના સમયથી અમલમાં મૂકવામાં આવે છે. તેનાથી મેટાબોલિઝમ સુધરે છે અને ડાયજેશન દૂરસ્ત રહે છે. ડાયાબિટીસના દર્દીએ જમ્યા પછી એક ગ્લાસ છાશમાં એક ચમચી ત્રિફળા ઉમેરીને પીવું જોઈએ. 


ત્રિફળાનો ઉકાળો


ત્રિફળાનો ઉકાળો બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે. ડાયાબિટીસના દર્દી માટે તે વધારે લાભકારી છે. તેના માટે રાત્રે લોઢાના વાસણમાં એક કપ પાણીમાં એક ચમચી ત્રિફળા મિક્સ કરી રાખી દેવું. સવારે જે પેસ્ટ તૈયાર થઈ હોય તેને પાણી અને મધ મિક્સ કરીને પી જવું. રોજ ખાલી પેટે આ રીતે ત્રિફળા લેવાથી બ્લડ સુગર મેન્ટેન રહે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)