નવી દિલ્હીઃ Side Effects of Onion: જો તમે વધુ માત્રા ખાશો તો બ્લડ શુગર વધવાથી માંડીને તમારું પેટ ખરાબ થવાની સમસ્યા થઇ શકે છે.કાચી ડુંગળી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ જરૂરિયાત કરતાં વધુ સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તમે બધા જાણો છો કે કોઇપણ વસ્તુનું જરૂર કરતાં વધુ સેવન હંમેશા સમસ્યા પેદા કરે છે. એવું જ કંઇક ડુંગળી સાથે છે.  તો આવો જાણીએ કે આ ઉપરાંત કયા કયા નુકસાન થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થઇ શકે છે એસિડિટીની સમસ્યા
તમને જણાવી દઇએ કે ડુંગળીમાં ગ્લૂકોઝ અને ફ્રુક્ટોઝ વધુ માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં ફાઇબરની પણ વધુ હોય છે, જેથી સારી રીતે પચાવી શકતા નથી. એવામાં એસિડિટીની સમસ્યા વધી શકે છે. 


મોંઢામાંથી આવે છે દુર્ગંધ
આ સાથે જ મોંઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા જોવા મળી છે. તમે બધા જાણો છો કે કાચી ડુંગળી ખાધા પછી મોંઢામાંથી દુર્ગંધ આવે છે. એવામાં પ્રયત્ન કરો કે જરૂરિયાત કરતાં વધુ ડુંગળી ન ખાશો, જો તમે ખાવ છો ત્યારબાદ કોગળા કરી લો. 


આ પણ વાંચો- ગર્ભ ધારણ કરવા માટેની શ્રેષ્ઠ ઉંમર કઈ? જો આ સવાલ તમને પણ થતો હશે તો આ રહ્યો જવાબ


છાતીમાં થઇ શકે છે બળતરા
જો તમે પણ વધુ માત્રામાં કાચી ડુંગળી ખાવ છો તો સાવધાન થઇ જાવ, કારણ કે તેનાથી તમારી સમસ્યા વધી શકે છે. તેનાથી છાતીમાં બળતરા પણ થઇ શકે છે. એટલે કે કાચી ડુંગળી વધુ માત્રામાં ખાવાનું ટાળો. 


ડાયાબિટીઝના દર્દીઓ માટે હોઇ શકે છે ખતરો
બ્લડ શુગર માટે કાચી ડુંગળી ફાયદાકારક નથી. જેમ કે તમે બધા જાણો છો કે ડાયાબિટીઝના દર્દીઓને કોઇપણ વસ્તુના સેવનનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. એવામાં કાચી ડુંગળીને ખાતાં પહેલાં પણ ડોક્ટર પાસે સલાહ લો, નહી તો તમને સમસ્યા થઇ શકે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં ચિકિત્સીય સલાહ જરૂર લો. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube