Symptoms of Overhydration: પાણી પીધા વિના તો કોઈ જીવી જ ન શકે. ખાસ કરીને ઉનાળામાં તો કલાક પણ પાણી પીધા વિના ન નીકળે. સમયે સમયે પાણી પીવું જરૂરી છે. પાણી પીવાથી જ શરીરની બધી કોશિકાઓ બરાબર રીતે કામ કરે છે. દિવસ દરમિયાન અમુક લીટર પાણી પીવું જરૂરી હોય છે. પરંતુ કેટલાક લોકો તો પાણી પીવું સારું એમ માનીને વધારે પ્રમાણમાં પાણી પીવે છે. આ સ્થિતિ પણ શરીર માટે સારી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Heart Attack: હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા કમરથી ઉપરના આ 5 અંગોમાં રહે છે દુખાવો


જેમ ઓછું પાણી પીવો તો ઉનાળામાં ડિહાઈડ્રેશન થઈ જાય તેમ વધારે પાણી પીવાથી ઓવરહાઈડ્રેશન થઈ જાય છે જે પણ શરીર માટે ખતરનાક સાબિત થાય છે. આમ તો દિવસમાં કેટલું પાણી પીવું જરૂરી છે તે નક્કી કરવાનો કોઈ ફોર્મ્યુલા નથી પરંતુ નિષ્ણાંતો દિવસ દરમિયાન 8 ગ્લાસ પાણી પીવાને સારી આદત માને છે. આ સિવાય વાતાવરણ, સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પાણીની માત્રા વધારવી જોઈએ. જેમકે ઉનાળામાં પાણીની તરસ વધુ લાગે તો પાણી વધારે પીવું જોઈએ. જો સ્ત્રી ગર્ભવતી હોય કે સ્તનપાન કરાવતી હોય તો તેણે પણ વધારે પાણી પીવું જોઈએ. 


આ પણ વાંચો: Heart Health: હાર્ટની સૌથી મોટી ધમની બ્લોક હોય ત્યારે શરીરમાં જોવા મળે આ 7 લક્ષણ


વધારે પાણી પીવાથી શું થાય ?


જો શરીરની મર્યાદા કરતા વધારે પાણી તમે પીવો છો તો શરીરને તેનાથી નુકસાન થાય છે. વધારે પાણી પીવાથી મગજ સહિત શરીરની કોશિકાઓમાં ભારેપણું કે સોજો અનુભવાય છે. વધારે પાણી પીવાથી ભ્રમ, માથામાં દુખાવો, બીપી વધી જવું, કે હૃદયની ગતિ વધી જવા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. જ્યારે શરીર ઓવરહાઈડ્રેટ હોય છે તો હાઈપોનેટ્રિયા નામની સ્થિતિ સર્જાય છે જેના કારણે શરીરની કોશિકાઓમાં પાણી ભરાવા લાગે છે. તેના કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે, વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે અને મોતનું જોખમ પણ વધી જાય છે. 


આ પણ વાંચો: ડાયાબિટીસ હોય તો કેરી ખવાય કે નહીં ? તમને પણ આ પ્રશ્ન થતો તો જાણી લો સાચો જવાબ


આ લક્ષણો પરથી જાણો તમે વધારે પાણી પી રહ્યા છો


- વધારે પાણી પીતા હોય તો પેશાબનો રંગ બદલી જાય છે. પેશાબનો રંગ ટી-કલર્ડ થઈ જાય છે. 
- વારંવાર પેશાબ કરવા જવું પડે છે. દિવસમાં 6થી 8 વખત પેશાબ કરવા જવું પડે તે સામાન્ય સ્થિતિ છે. 
- જ્યારે શરીર ઓવરહાઈડ્રેટ હોય છે તો તરસ નથી લાગતી. 
- વધારે પ્રમાણમાં પાણી પીવાથી ઉલટી, ઉબકા જેવી સમસ્યા થાય છે. 
- જ્યારે કિડની વધારે લિક્વિડને શરીરમાંથી કાઢી શકતી નથી તો ઝાડા પણ થઈ જાય છે. 
- ઓવર હાઈડ્રેશનના કારણે માથામાં દુખાવો રહે છે અને પગ તેમજ હોઠનો રંગ બદલી જાય છે. 
- શરીરમાં પાણી વધી જાય તો સ્નાયૂમાં દુખાવો, નબળાઈ અને સોજા અનુભવાય છે. 


એક દિવસમાં કેટલું પાણી પીવું ?


આ પણ વાંચો: ઊંઘમાં છાતી પર ભૂત બેઠું હોય એવું વારંવાર લાગે છે ? તો જાણી લો આ અનુભવ પાછળનું કારણ


રોજ કેટલા લીટર પાણી પીવું તેની કોઈ માર્ગદર્શિકા નથી. પાણી પીવાનો આધાર વ્યક્તિની ઉંમર, તેના વજન, તેના કામ અને વાતાવરણ પર હોય છે. 19 થી 30 વર્ષની મહિલાએ રોજ 2.7 લીટર પાણી પીવું જોઈએ. આ ઉંમરના પુરુષોએ 3.7 લીટર પાણી પીવુ જોઈએ. સૌથી આદર્શ છે કે તમે દિવસ દરમિયાન 8 ગ્લાસ પાણી પીવાનું રાખો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)