Stomach Pain: પેટમાં જમણી બાજુ વારંવાર દુખાવો થવો 3 જીવલેણ રોગનું લક્ષણ, તકલીફ હોય તો તુરંત કરાવો તપાસ
Stomach Pain: પેટમાં જમણી તરફ દુખતું હોય તો તેને અવગણો નહીં. કારણ કે આ ભુલ આગળ જતા ગંભીર સમસ્યા સર્જી શકે છે. વારંવાર આ પ્રકારે દુખાવો થાય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી.
Stomach Pain: પેટમાં દુખાવો થવાની સમસ્યા ઘણીવાર સામાન્ય હોય છે પરંતુ વારંવાર જો પેટમાં જમણી તરફ જ દુખતું હોય તો તે ગંભીર સમસ્યાનો સંકેત હોય શકે છે. પેટમાં જમણી તરફ દુખતું હોય તો તેની પાછળ ગંભીર કારણ જવાબદાર હોય શકે છે. પેટમાં જમણી તરફ દુખતું હોય તો તેને અવગણો નહીં. કારણ કે આ ભુલ આગળ જતા ગંભીર સમસ્યા સર્જી શકે છે. વારંવાર આ પ્રકારે દુખાવો થાય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી.
આ પણ વાંચો: વરસાદના કારણે વધ્યું રોગચાળાનું જોખમ, આ વાતાવરણમાં બીમારીથી બચવું હોય તો આટલું કરો
પેટમાં જમણી તરફ દુખાવાનું કારણ ?
પેટમાં જમણી તરફ વારંવાર દુખતું હોય તો તેનું મુખ્ય કારણ ગેસ હોય શકે છે. આ સિવાય પેટમાં જમણી તરફ ત્યારે પણ દુખે છે જ્યારે ગોલ્બેલેડરમાં પથરી હોય, એપેંડિક્સ હોય તો પણ જમણી તરફ દુખે છે.
પિત્તાશયમાં પથરી
પેટની જમણી તરફ જો પાછળના ભાગે દુખતું હોય તો પિત્તાશયમાં પથરી હોય શકે છે. આ દુખાવો તીવ્ર હોય છે. ઘણીવાર આ દુખાવો અસહનીય થઈ જાય છે. પિત્તાશયની થેલીમાં પથરી હોય તો પેટમાં દુખાવો, ગેસ બનવો જેવી તકલીફ પણ રહે છે.
આ પણ વાંચો: 1 મહિના સુધી સવારે ખાલી પેટ પીવો 1 ગ્લાસ તુલસીનું પાણી, શરીરને થશે આ 7 અદ્ભુત ફાયદા
એપેંડિક્સ
પેટમાં જમણી તરફ દુખાવો થતો હોય તો એપેંડિક્સ પણ હોય શકે છે. એપેંડિસાઈટિસનો દુખાવો નાભિથી શરુ થાય છે. તે ધીરેધીરે આખા પેટમાં ફેલાય છે. આ સ્થિતિમાં દુખાવો ધીરેધીરે વધવા લાગે છે. એપેંડિક્સમાં થાક, નબળાઈ, ભુખ ન લાગવી, ડાયેરિયા અને કબજિયાત પણ રહે છે.
આ પણ વાંચો: Ulcer: મોઢાના ચાંદાથી એક દિવસમાં મુક્તિ મેળવવી હોય તો ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય
પેટમાં ગેસ
પેટમાં જમણી તરફ દુખતું હોય તો ગેસના કારણે પણ હોય શકે છે. ઘણા લોકોને એસિડિટી પણ હોય છે. વારંવાર ગેસ-એસિડિટી થાય તો ડોક્ટરની સલાહ લઈ લેવી. પેટમાં ગેસ હોય તો પેટમાં ભારેપણું, ઓડકાર આવવા જેવા લક્ષણ પણ જોવા મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)