Rain: ભારે વરસાદના કારણે વધ્યું રોગચાળાનું જોખમ, વરસાદી વાતાવરણમાં બીમારીથી બચવું હોય તો આટલું કરો
Health Care In Rain: વરસાદી વાતાવરણમાં રોગપ્રતિકારક ક્ષમતા પણ નબળી પડી જાય છે. તેથી જરૂરી થઈ જાય છે કે ધોધમાર વરસાદનું વાતાવરણ હોય ત્યારે સ્વાસ્થ્યને લઈને કેટલીક જરૂરી તકેદારીઓ રાખવામાં આવે. આ વરસાદી વાતાવરણમાં પોતાને અને પોતાના પરિવારને સ્વસ્થ રાખવા હોય તો શું કરવું આજે તમને જણાવીએ.
Trending Photos
Health Care In Rain: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી વાતાવરણ છે. અનેક વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ સર્જાઈ ચૂકી છે. વરસાદના કારણે વાતાવરણમાં તો ઠંડક થઈ ગઈ છે પરંતુ તેની સાથે જ બીમારીઓનું જોખમ પણ વધવા લાગ્યું છે. સતત થઈ રહેલા વરસાદના કારણે સંક્રમણ અને બીમારીઓનું જોખમ વધી જાય છે. વરસાદી વાતાવરણ દરમિયાન શરદી, ઉધરસ, ગળામાં તકલીફ, તાવ, એલર્જી, ડાયરીયા અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે છે.
વરસાદી વાતાવરણમાં રોગપ્રતિકારક ક્ષમતા પણ નબળી પડી જાય છે. તેથી જરૂરી થઈ જાય છે કે ધોધમાર વરસાદનું વાતાવરણ હોય ત્યારે સ્વાસ્થ્યને લઈને કેટલીક જરૂરી તકેદારીઓ રાખવામાં આવે. આ વરસાદી વાતાવરણમાં પોતાને અને પોતાના પરિવારને સ્વસ્થ રાખવા હોય તો શું કરવું આજે તમને જણાવીએ.
વરસાદી વાતાવરણમાં સ્વસ્થ રહેવા કરો આટલું કામ
1. સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે ખાસ કરીને વરસાદી વાતાવરણમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખો. હાથને વારંવાર સાબુથી સાફ કરો. ખાસ કરીને ભોજન કરતા પહેલા 20 સેકન્ડ માટે હાથને ધોવા જોઈએ જેનાથી બીમારી ઉત્પન્ન કરતાં બેક્ટેરિયાનો નાશ થઈ જાય.
2. જો તમારી આસપાસ કોઈ એવી વ્યક્તિ છે જેને શરદી, ઉધરસ કે ફ્લુના લક્ષણ જોવા મળે છે તો શક્ય હોય ત્યાં સુધી તેના સંપર્કમાં આવવાથી દૂર રહો. પોતાની સુરક્ષાનું ધ્યાન રાખીને બીમાર લોકોના સંપર્કમાં આવવાનું ટાળો. આવા વાતાવરણમાં ચેપ ઝડપથી લાગી જતો હોય છે.
3. બીમાર પડવાથી બચવું હોય અને ઈમ્યુનિટી સ્ટ્રોંગ રાખવી હોય તો ચોમાસા દરમિયાન સ્વસ્થ આહાર લેવાનું રાખો. વરસાદી વાતાવરણમાં પોતાની ડાયેટમાં ફળ, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ વધારે કરો. આ સમય દરમિયાન બહારનું ખાવાનું બિલકુલ ટાળો.
4. સ્વસ્થ શરીર માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. તેથી પ્રયત્ન કરો કે રોજ સાતથી આઠ કલાકની ઊંઘ પૂરી થાય. આ સિવાય વરસાદી વાતાવરણમાં જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળો.
5. સ્વસ્થ રહેવા માટે હાઇડ્રેટ રહેવું પણ જરૂરી છે. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધી જાય છે આવી સ્થિતિમાં પાણી સહિતના તરલ પદાર્થ વધારે માત્રામાં લેતા રહો.
6. સતત થઈ રહેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે આવી સ્થિતિમાં મચ્છર ઉત્પન્ન થવાની શક્યતા અનેક ઘણી વધી જાય છે. તેથી ઘરની આસપાસ પાણીનો જમાવ થતો હોય તો પાણીનો નિકાલ કરો. કોઈપણ જગ્યાએ પાણી એકત્ર ન થાય તે વાતનું ધ્યાન રાખો વરસાદના જમા થયેલા પાણીમાં જ ડેન્ગ્યુ અને મલેરિયાના મચ્છર ઉત્પન્ન થતા હોય છે.
7. સતત થઈ રહેલા વરસાદ પછી સાફ-સફાઈ ખૂબ જ જરૂરી છે. વરસાદમાં પણ ઘરને સ્વચ્છ રાખો. યોગ્ય વેન્ટિલેશન હોય તેવી વ્યવસ્થા કરો જેથી ભેજવાળા વાતાવરણમાં રહેવું ન પડે અને બીમારી પણ ન ફેલાય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે