Papaya Seeds: સવારે વાસી મોઢે ખાઈ લો આ ફળના બી, કબજિયાત મટી જશે અને બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે
Papaya Seeds: પપૈયું એવું ફળ છે જેને ગુણનો ભંડાર કહી શકાય. ડાયાબિટીસથી લઈને કબજિયાતમાં પપૈયું ફાયદો કરે છે. પરંતુ મોટાભાગના લોકો પપૈયાનો ઉપયોગ કરીને તેના બે ફેંકી દેતા હોય છે. આજ પછી તમે આવી ભૂલ નહીં કરો. આજે તમને જણાવીએ પપૈયાના બી થી થતા ફાયદા વિશે. પપૈયાના બી ખાઈને તમે કબજિયાત અને બેડ કોલેસ્ટ્રોલ થી મુક્તિ મેળવી શકો છો.
Papaya Seeds: પપૈયું એવું ફળ છે જે એક નહીં અનેક રોગમાં ફાયદો કરે છે. પપૈયું ખાવાથી શરીરને જરૂરી પોષણ પણ મળે છે. જોકે ફક્ત પપૈયું જ નહીં તેના બી પણ શરીર માટે ફાયદાકારક છે. પપૈયાના નાના નાના કાળા બી ગુણથી ભરપૂર હોય છે. મોટાભાગના લોકો આ બીને બેકાર સમજીને ફેંકી દેતા હોય છે. પરંતુ પપૈયાના બી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરવામાં મદદગાર છે.
પપૈયાના બી પ્રોટીન, વિટામીન, ઝીંક, ફોસ્ફરસથી ભરપૂર હોય છે. તેનાથી પાચન સુધરે છે. ખાસ તો જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તેમણે આ બી નું સેવન સવારે નરણાં કોઠે એટલે કે વાસી મોઢે કરી લેવું જોઈએ. તેનાથી કબજિયાત જ નહીં પરંતુ બેડ કોલેસ્ટ્રોલમાં પણ ફાયદો થાય છે.
પપૈયાના બી ખાવાથી થતા ફાયદા
આ પણ વાંચો: શરદી ઉધરસનો રામબાણ ઈલાજ છે આ 5 ઉપાય, દવા વિના 2 દિવસમાં તબિયત સુધરી જશે
કબજિયાત મટે છે
આજના સમયમાં કબજિયાતની તકલીફ અને લોકોને સતાવે છે. કબજિયાત થવાના ઘણા બધા કારણ હોય છે. જેમ કે અનહેલધિ લાઈફ સ્ટાઈલ, પોષણનો અભાવ અને આહાર. કોઈપણ કારણસર કબજિયાતની સમસ્યા રહેતી હોય તો સવારના સમયે પપૈયાના બી ખાઈ લેવા. તેનાથી કબજિયાતથી મુક્તિ મળશે.
આ પણ વાંચો: Morning Tips: સવારે ચા છોડી આ મસાલાનું પાણી પીવાનું શરૂ કરો, નખમાં પણ રોગ નહીં રહે
કોલેસ્ટ્રોલ
પપૈયાના બી માં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કેવા તત્વો પણ હોય છે જે શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલમાં રાખે છે. પપૈયાના બી એમિનો એસિડ અને મોનોસેક્યુરેટેડ ફેટી એસિડથી ભરપૂર હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે.
વધારે વજન
જો તમે તમારા વધેલા વજનથી પરેશાન હોય અને ચરબીને ઘટાડવી હોય તો પણ પપૈયાના બી ખાવાનું શરૂ કરી દો. સવારે પપૈયાના બી નું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
આ પણ વાંચો:Pineapple: આ 4 બીમારીમાં અનાનસ ખાવું મોંઘું પડશે, ખાવાથી હોસ્પિટલના ધક્કા વધી જશે
કેવી રીતે કરવો પપૈયાના બીનો ઉપયોગ ?
પપૈયાના બી ને તમે એકલા પણ ખાઈ શકો છો. અથવા તો તેને સલાડમાં, જ્યુસમાં, કે દરિયામાં ઉમેરી ન ખાઈ શકાય છે. સૌથી બેસ્ટ રહે છે કે તમે સવારે એક ગ્લાસ પાણી સાથે એક ચમચી બીનો સેવન કરી લો. તેનાથી શરીરને ઉપર જણાવ્યા અનુસારના ફાયદા થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)