Hair Wash: માસિક એક સામાન્ય બાયોલોજીકલ પ્રક્રિયા છે. જેમાંથી દરેક વ્યક્તિ પસાર થાય છે. માસિક આવવાની શરૂઆત 12 વર્ષથી થતી હોય છે. મહિલા જ્યારે 45 થી 50 વર્ષની થાય ત્યાં સુધી તેને માસિક ધર્મ આવે છે. માસિક આવવું દરેક યુવતી માટે જરૂરી છે. સાથે જ આ સમય દરમિયાન તેમણે વિશેષ બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાના સમયમાં માસિક દરમિયાન મહિલાઓને કેટલાક દિવસો સુધી ઘરમાં એકલા બેસી રહેવું પડતું હતું. માસિક દરમ્યાન મહિલાઓને મંદિર અને રસોડામાં પ્રવેશ કરવાની અનુમતિ નથી હોતી. જોકે બદલતા સમયની સાથે પરિસ્થિતિઓ પણ બદલાઈ રહી છે પરંતુ તેમ છતાં માસિક સમયે યુવતીઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ મોટાભાગની યુવતીઓ માસિક દરમિયાન આ ભૂલ કરે છે જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. 


મોટાભાગે યુવતીઓ જ્યારે માસિકમાં થાય છે ત્યારે જ તેના વાળ ધોઈ લેતી હોય છે. માસિકની શરૂઆતમાં જ વાળ ધોઈ લેવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. પરંતુ જાણકારી ના અભાવના કારણે મોટાભાગની યુવતીઓ વાળ ધોઈ લે છે. આજે તમને જણાવીએ માસિક સમયે વાળ ધોવાથી કયા નુકસાન થાય છે. 


આ પણ વાંચો:


હળદરનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પણ થાય છે બીમારી, જાણો તેની આડઅસર વિશે


Health Tips: આ સમયે કેળા ખાવાની ન કરતાં ભુલ, નહીં તો આ બીમારીઓ શરીરમાં કરી લેશે ઘર


નખ પર દેખાય છે Lung Cancerનું આ સૌથી સચોટ લક્ષણ, દેખાય તો તુરંત હોસ્પિટલ દોડો


માસિક દરમિયાન દરેક મહિલાને યોગ્ય પ્રમાણમાં બ્લિડીંગ થાય તે જરૂરી હોય છે. અને યોગ્ય રીતે બ્લિડિંગ થાય તે માટે જરૂરી છે કે શરીર ગરમ રહે. જો માસિકની શરૂઆતમાં જ તમે વાળ ધોય લો છો તો શરીરનું તાપમાન ઘટી જાય છે અને બ્લિડિંગ પર પણ અસર પડે છે. જો પિરિયડ દરમિયાન તમને યોગ્ય રીતે બ્લિડિંગ ના આવે તો તેની કારણે પેટમાં ગાંઠ પણ થઈ શકે છે. 


માસિક સમયે બિલ્ડિંગ બરાબર ન થાય અને લોહીની ગાંઠ શરીરમાં જામી જાય તો તેને કઢાવવા માટે ઓપરેશન પણ કરાવવું પડે છે. ઘણી વખત આવી ગાંઠ કેન્સરનું સ્વરૂપ ધારણ કરે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે માસિકના શરૂઆતના દિવસોમાં વાળ ધોવામાં ન આવે.


ક્યારે ધોવા વાળ


મહિલાઓની માસિકની સાઇકલ અલગ અલગ હોય છે. ઘણી મહિલાને ત્રણ દિવસ તો ઘણી મહિલાને પાંચ દિવસ સુધી બિલ્ડિંગ થતું હોય છે. જો તમને ત્રણથી પાંચ દિવસ દરમિયાન ડ્રીડિંગ થતું હોય તો શરૂઆતના ત્રણ દિવસ સુધી વાળ ન ધોવા. જો તમારી માસિકની સાઇકલ પાંચથી સાત દિવસની છે તો પાંચ દિવસ સુધી વાળ ધોવા નહીં. આમ કરશો એટલે શરીરનું અશુદ્ધ રક્ત બહાર નીકળી જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)