હળદરનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પણ થાય છે બીમારી, જાણો તેની આડઅસર વિશે
Turmeric Side Effects: બીમારીઓમાં દવા જેવું કામ કરતી હળદર પણ તમને બીમાર કરી શકે છે. જાણીને નવાઈ લાગશે પરંતુ વધારે પ્રમાણમાં હળદરનું સેવન કરવાથી પણ બીમારી થઈ શકે છે. એટલે તમે પણ જો શરદી ઉધરસ કે કોઈપણ સમસ્યા થાય અથવા તો નિયમિત રીતે તમે હળદરનું સેવન કરો છો તો આ બાબતો તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે.
Trending Photos
Turmeric Side Effects: હળદરનો ઉપયોગ વર્ષોથી ઔષધી તરીકે કરવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી ઇમ્યુનિટી વધે છે. હળદરનો ઉપયોગ અનેક બીમારીઓમાં દવાની જેમ કરી શકાય છે. પરંતુ બીમારીઓમાં દવા જેવું કામ કરતી હળદર પણ તમને બીમાર કરી શકે છે. જાણીને નવાઈ લાગશે પરંતુ વધારે પ્રમાણમાં હળદરનું સેવન કરવાથી પણ બીમારી થઈ શકે છે. એટલે તમે પણ જો શરદી ઉધરસ કે કોઈપણ સમસ્યા થાય અથવા તો નિયમિત રીતે તમે હળદરનું સેવન કરો છો તો આ બાબતો તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે.
આ પણ વાંચો:
ઘણા લોકોને હોય છે કે તેઓ નિયમિત રીતે હળદર વાળું દૂધ પીવાનું પસંદ કરે છે. આવું તેઓ એટલા માટે કરે છે કે શરીર નિરોગી રહે. પરંતુ એક લિમિટ કરતાં વધારે હળદરનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે હદ કરતા વધારે હળદરનું સેવન કરો છો તો તે શરીરને નુકસાન કરે છે.
હળદરની તાસીર ગરમ હોય છે. તેથી સામાન્ય રીતે શિયાળા દરમિયાન હળદર વાળું દૂધ પીવામાં આવે તો તેનાથી નુકસાન થતું નથી. પરંતુ જો તમે ગરમીના સમયમાં પણ હળદર વાળું દૂધ પીવો છો તો તેનાથી પેટમાં ગરમી વધી શકે છે. વધારે પ્રમાણમાં હળદર લેવાથી શરીરમાં બળતરા સોજા અને દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે.
એક લિમિટ કરતાં વધારે હળદરનું સેવન કરવાથી ઉલટી અને લુઝ મોશનની સમસ્યા પણ થઈ શકે છે. જે લોકો રોજ હળદરવાળા દૂધનું સેવન કરે છે તેમને આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ નહીં તો હળદર વાળું દૂધ ફાયદાને બદલે નુકસાન કરવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે