Peanuts Health Benefits: મગફળીને ગરીબોની બદામ પણ કહેવાય છે. તેનું કારણ હોય છે કે તે બદામ કરતાં ખૂબ જ સસ્તી હોય છે અને બદામ જેટલા જ પોષક તત્વો ધરાવે છે. જે રીતે બદામ ખાવાથી શરીરના ફાયદા થાય છે તે રીતે મગફળી ખાવાથી પણ ફાયદા થાય છે. મગફળીને પણ બદામની જેમ જ કાચી અને પલાળીને બંને રીતે ખાઈ શકાય છે. મગફળી નિયમિત રીતે ખાવાથી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને જો તમે પલાળેલી મગફળીનું સેવન કરો છો તો ઘણી ગંભીર બીમારીઓથી બચી જાઓ છો. મગફળીમાં એવા ઘણા તત્વ હોય છે જે મેટાબોલિઝમ વધારે છે અને સાથે જ શરીરને એનર્જી મળે છે. મગફળી ખાવાથી શરીરને વિટામીન ફાઇબર અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મળે છે જે શરીરને હેલ્ધી રાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે.


પલાડેલી મગફળી ખાવાથી થતા 5 ફાયદા


આ પણ વાંચો:


Banana Side Effect: આ બીમારીઓ હોય તેણે ન ખાવા કેળા, ખાશો તો પહોંચી જશો હોસ્પિટલ


માથાનો દુખાવો 10 મિનિટમાં દુર કરશે આ દેશી ઈલાજ, દવા લેવાની આદત છુટી જશે કાયમ માટે


Flaxseeds: આ લોકોએ ભુલથી પણ ન ખાવા અળસીના બીજ, ફાયદાને બદલે થશે આટલા નુકસાન


1. મગફળી ખાવાથી ટાઈપ ટુ ડાયાબિટીસનું જોખમ ઘટી જાય છે. મગફળી એક લો ગ્લાઇસેમિક ફૂડ છે જેને ખાવાથી બ્લડ શુગર વધતું નથી. જે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે દિવસમાં 28 મગફળી પણ ખાવ છો તો શરીરને રોજની જરૂરિયાતનું મેગ્નેશિયમ મળી જાય છે.


2. મગફળી ખાવાથી શરીરમાં ફાઇબર વધે છે. જે શરીરના સોજા મને ઉતારવામાં મદદ કરે છે અને ડાયજેશન પણ સુધારે છે.


3. મગફળી ખાવાથી પેટમાં કેન્સર વધવાનું જોખમ પણ ઓછું થાય છે. 


4. મગફળી હાર્ટ માટે પણ ખુબ જ સારી માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર કંટ્રોલમાં રહે છે અને હૃદય રોગને રોકવામાં મદદ મળે છે.


5. એક રિસર્ચ અનુસાર નિયમિત રીતે મગફળી ખાવાથી કોઈપણ કારણથી મૃત્યુ થવાની સંભાવના ઘણી બધી ઘટી જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)