Flaxseeds: આ લોકોએ ભુલથી પણ ન ખાવા અળસીના બીજ, ફાયદાને બદલે થશે આટલા નુકસાન

Flaxseeds: અળસીના બીજ ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. પરંતુ અળસીના બીજ ખાવાથી કેટલાક લોકોને સમસ્યા થઈ પણ શકે છે. જો તમે અળસીને તમારા આહારમાં સામેલ કરો છો તો એ વાત ખાસ જાણવી જોઈએ કે અળસીના બીજ તમારા માટે લાભકારી છે કે નહીં.

Flaxseeds: આ લોકોએ ભુલથી પણ ન ખાવા અળસીના બીજ, ફાયદાને બદલે થશે આટલા નુકસાન

Flaxseeds: પોષક તત્વોથી ભરપૂર અળસી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અળસીના બીજમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, કોપર, મેંગેનીઝ જેવા ઘણા પોષક તત્વો હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વજન ઘટાડવા માટે આ બીજ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે.

અળસીના બીજ ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. પરંતુ અળસીના બીજ ખાવાથી કેટલાક લોકોને સમસ્યા થઈ પણ શકે છે. જો તમે અળસીને તમારા આહારમાં સામેલ કરો છો તો એ વાત ખાસ જાણવી જોઈએ કે અળસી તમારા માટે લાભકારી છે કે નહીં. કારણ કે કેટલાક લોકોને અળસી નુકસાન પણ કરે છે. તો ચાલો તમને પણ જણાવીએ અળસીના બીજ કેવી સ્થિતિમાં ખાવાથી નુકસાન થાય છે. 

આ પણ વાંચો:

એલર્જી થઈ શકે છે
ઘણા લોકોને અળસીના બીજ અને તેલથી એલર્જી થઈ શકે છે. જો તમે અળસીના બીજનો ઉપયોગ કરો છો અને તમને તેનાથી એલર્જી થાય છે તો તમને સ્કીન પર ખંજવાળ, સોજો, રેશિસ વગેરે થઈ શકે છે.

લુઝ મોશન
જો તમે અળસી વધારે ખાઓ છો તો તેનાથી લુઝ મોશનની સમસ્યા થઈ શકે છે. પરંતુ જો તમે તેને મર્યાદિત માત્રામાં ખાઓ છો તો તમને કબજિયાતથી રાહત મળી શકે છે. જો તમે પહેલાથી જ પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો અળસીના બીજ ખાવાનું ટાળવું.

ગર્ભાવસ્થામાં સમસ્યા
અળસીના બીજમાં હાજર એસ્ટ્રોજન સગર્ભા સ્ત્રીઓ માટે હાનિકારક સાબિત થાય છે. તે બાળક અને માતા બંને માટે જોખમ ઊભું કરી શકે છે. જો તમે માતા બનવા જઈ રહ્યા છો તો અળસી ખાવાનું ટાળો.

આંતરડાની સમસ્યા 
અળસીના બીજને પ્રવાહી સાથે ખાવા જોઈએ. જો તમે તેને પ્રવાહી વગર ખાશો તો આંતરડામાં બ્લોકેજની સમસ્યા થઈ શકે છે. 

શરીરમાં સોજા
અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે સોજાને ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ જો વધારે પ્રમાણમાં આ બીજને લેવામાં આવે તો શરીરમાં બળતરા અને સોજા વધી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news