High Cholesterol હોય તે લોકોએ ખાવા જ જોઈએ આ ફળ, કુદરતી રીતે ઘટાડે છે બેડ કોલેસ્ટ્રોલ
High Cholesterol: આજના સમયમાં તો નાની ઉંમરના લોકોને પણ હાર્ટ સંબંધિત સમસ્યા થવા લાગે છે જેનું મુખ્ય કારણ હોય છે શરીરમાં વધેલું બેડ કોલેસ્ટ્રોલ. હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેમણે પોતાના આહારમાં કેટલાક ફળનો સમાવેશ કરવો જોઈએ.
High Cholesterol: શરીર સ્વસ્થ રહે તે માટે જરૂરી છે કે તમારો આહાર અને લાઈફસ્ટાઈલ સારા હોય. ખાસ કરીને જો તમારી લાઈફ સ્ટાઈલ ખરાબ છે તો શરીરમાં સૌથી પહેલા કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. આજના સમયમાં તો નાની ઉંમરના લોકોને પણ હાર્ટ સંબંધિત સમસ્યા થવા લાગે છે જેનું મુખ્ય કારણ હોય છે શરીરમાં વધેલું બેડ કોલેસ્ટ્રોલ. હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેમણે પોતાના આહારમાં કેટલાક ફળનો સમાવેશ કરવો જોઈએ. આ ફળનું સેવન કરવાથી શરીરમાંથી કુદરતી રીતે બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. તેને ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
આ પણ વાંચો:
Cucumber Benefits: કાકડી છાલ ઉતારીને ખાવી જોઈએ કે છાલ સાથે ? જાણો શું છે સાચી રીત
ડાયાબિટીસના દર્દીએ ઉપવાસ દરમિયાન ન કરવી આ ભુલ, કરશો તો વધી જશે બ્લડ શુગર
કાળા મરી ફક્ત સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ છે કામના, શરીર માટે બને છે દવા
હાઈ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા ખાવાનું શરૂ કરો આ ફળ
- હાઈ કોલેસ્ટ્રોલ હોય તેવા લોકોએ દિવસ દરમિયાન બે સફરજન ખાવા જોઈએ. સફરજન કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. સફરજન ખાવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ બુસ્ટ થાય છે. તેથી હાઈ કોલેસ્ટ્રોલ હોય તેમણે સફરજન ખાવું જોઈએ.
- કોલેસ્ટ્રોલ વધારે હોય તેવા લોકોએ કેળા પણ ખાવા જોઈએ. કેળામાં સોલ્યુબલ ફાઇબર ઓછું હોય છે. તેમાં રહેલું પોટેશિયમ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
- આ સિવાય ખાટા ફળ ખાવાથી પણ બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. ખાટા ફળમાં તમે સંતરા દ્રાક્ષ જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો.