Cucumber Health Benefits: કાકડી છાલ ઉતારીને ખાવી જોઈએ કે છાલ સાથે ? જાણો શું છે સાચી રીત
Cucumber Health Benefits: કાકડી ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ મોટાભાગના લોકોને કાકડી ખાવાની સાચી રીત ખબર નથી હોતી. સૌથી મોટું કન્ફ્યુઝન એ વાતને લઈને હોય છે કે કાકડીને છાલ ઉતારીને ખાવી જોઈએ કે છાલ સાથે ?
Trending Photos
Cucumber Health Benefits: ગરમીની શરૂઆત થઈ ગઈ છે તેવામાં દરેક ઘરમાં એવી વસ્તુઓનું સેવન વધારે થવા લાગે છે જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય અને જે શરીરને ઠંડક આપે. આવી જ એક વસ્તુ છે કાકડી. ઉનાળા દરમિયાન કાકડીનું સેવન કરવું જોઈએ. કાકડીમાં જરૂરી પોષક તત્વો હોય છે જે શરીરની પાણીની જરૂરિયાતને પણ પૂરી કરે છે. સાથે જ વજન ઘટાડવામાં પણ કાકડી મહત્વની ભૂમિકા ભજવે છે. કાકડી ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ મોટાભાગના લોકોને કાકડી ખાવાની સાચી રીત ખબર નથી હોતી. સૌથી મોટું કન્ફ્યુઝન એ વાતને લઈને હોય છે કે કાકડીને છાલ ઉતારીને ખાવી જોઈએ કે છાલ સાથે ? આજે તમારું આ કન્ફ્યુઝન દૂર થઈ જાય તે માટે ખૂબ જ જરૂરી જાણકારી જણાવીએ. તેની પહેલા જાણી લો કાકડી ખાવાથી થતા લાભ વિશે.
આ પણ વાંચો:
કાકડી ખાવાથી થતા ફાયદા
- કાકડી ખાવાથી ત્વચા પર એજિંગ એટલે કે વધતી ઉંમરની અસર દેખાતી નથી. તેનાથી ચહેરા પર પડેલી કરચલીઓ દૂર થાય છે અને ચહેરા ની ત્વચામાં તાજગી આવે છે.
- કાકડી ફાઇબરથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે જેના કારણે કબજિયાત, ગેસ, એસિડિટી જેવી તકલીફો થતી નથી.
- કાકડી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
- કાકડીમાં પાણી ભરપૂર પ્રમાણમાં હોય છે તેવામાં ગરમી દરમિયાન કાકડી ખાવાથી બોડી હાઇડ્રેટ રહે છે અને શરીરમાં પાણીની ઉણપ સર્જાતી નથી.
કાકડી ખાવાની સાચી રીત
આ પણ વાંચો:
હવે વાત કરીએ કાકડી કેવી રીતે ખાવી તેની. આયુર્વેદ અનુસાર કાકડીની છાલ ઉતારીને ખાવાને બદલે છાલ સાથે ખાવી જોઈએ. કાકડી ની છાલમાં ઘણા બધા ગુણ હોય છે. કાકડી છાલ સાથે ખાવાથી શરીરને વધારે લાભ થાય છે. કાકડીની છાલ કાઢી નાખવાથી તેના તત્વો શરીરને મળતા નથી. એટલે કે કાકડી છાલ સાથે ખાવી વધારે ફાયદાકારક છે. જોકે કાકડી ખાઈએ તે પહેલા તેમાં રહેલી કડવાશને દૂર કરી દેવી જોઈએ અને પાણીથી સાફ કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે