નવી દિલ્હીઃ ભોજનથી સ્વાસ્થ્ય બને છે, પરંતુ તમે શું ખાય રહ્યાં છો અને કેટલું ખાય રહ્યાં છો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આજકાલ મોટા ભાગની બીમારીનું કારણ આપણું ડાયટ અને લાઇફસ્ટાઇલ બની રહી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના રિપોર્ટ પ્રમાણે અડધાથી વધુ બીમારીનું કારણ આપણું અસ્વસ્થ ભોજન છે. કેટલાક લોકો જરૂરીયાતથી વધુ ખાય રહ્યાં છે તો કેટલાક લોકો કુપોષણનો શિકાર બની રહ્યાં છે. થાળીમાંથી પોષક તત્વો ગાયબ થઈ ગયા છે. જાણો એક સ્વસ્થ વ્યક્તિએ દિવસ દરમિયાન કેટલા ગ્રામ ભોજનનું સેવન કરવું જોઈએ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાળીમાં કેટલી હોવી જોઈએ ભોજનની માત્રા
ICMR તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક સ્વસ્થ વ્યક્તિની થાળીમાં પ્રતિદિન 1200 ગ્રામ ભોજનથી વધુ માત્રા ન હોવી જોઈએ. આટલા ભોજનથી આપણા શરીરને 2000 કેલેરી મળે છે. જો વાત થાળીની કરવામાં આવે તો તમારે 400 ગ્રામ શાક, 100 ગ્રામ ફળ, 300 મિલી ગ્રામ દૂધ અને દહીં, 85 ગ્રામ ઈંડા કે દાળ, 35 ગ્રામ ડ્રાઈ ફ્રૂટ્સ અને સીડ્સ, 250 ગ્રામ અનાજનું સેવન પૂરતૂ છે.


આ પણ વાંચોઃ Diabetes માં તત્કાલ રાહત આપશે આ જ્યુસ, એક ઝટકામાં ઘટી જશે બ્લડ સુગર


એક દિવસમાં હેલ્ધી રહેવા માટે કેટલું ખાવું જોઈએ?
સ્વસ્થ રહેવા માટે દિવસ દરમિયાન 27 ગ્રામ તેલ એટલે કે કોઈપણ ચિકણી વસ્તુ ખાય શકો છો. તેનાથી વધુ સેવન હાનિકારક સાબિત થાય છે. જો તમે નોનવેજ ખાવ તો દિવસમાં 70 ગ્રામ ચિકન કે મીટ ખાય શકો છો.


ડાઇટથી કંટ્રોલ કરી શકો છો આ ખતરનાક બીમારી
આઈસીએમઆરના મહાનિર્દેશક ડો. રાજીવ બહલે લોકોને હેલ્ખી ભોજન અને સાચી માત્રામાં ખાવાની અપીલ કરી છે. ICMR તરફથી 17 ફૂડનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જો લોકો આ વાતનું ધ્યાન રાખી ભોજન લે તો ડાયાબિટીસ ટાઈપ 2, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટની બીમારીના ખતરાને ઘટાડી શકાય છે.