Missed Periods Reasons: જ્યારે પણ કોઈ મહિલાને એક મહિના સુધી પીરિયડ્સ ન આવે તો મનમાં સૌથી પહેલી વાત આવે છે કે તે ગર્ભવતી છે કે શું... લગ્ન પછી ઘણા સમય સુધી બાળકની ઈચ્છા નથી હોતી તેવામાં જો મહિલાને માસિક ન આવે તો ચિંતા થાય છે કે અનસેફ રિલેશનના કારણે ગર્ભ રહી ગયો હશે કે કેમ. તે તુરંત પ્રેગ્નન્સી ટેસ્ટ પણ કરે છે. પરંતુ પીરિયડ્સ મિસ થવાનું આ એકમાત્ર કારણ નથી હોતું. જીવનશૈલીમાં ફેરફાર, બીમારી અને કેટલીક દવાઓ પણ પીરિયડ્સ પર અસર કરી શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આહ થી આહા.... સ્ટ્રેસ અને થાક દુર કરવા બેસ્ટ છે Salt Bath, શરીરના દુખાવા થશે દુર


ઉપવાસના કારણે થાય છે એસીડીટી અને કબજિયાત ? તો ફોલો કરો આ પાંચ ટીપ્સ


બીજા બધા ફંદ છોડો, આ 3 દેશી પીણાં પીવાનું રાખો... થોડા દિવસોમાં ગાયબ થશે વધેલી ફાંદ


1. સ્ટ્રેસ
અતિશય  સ્ટ્રેસ શરીરમાં ગોનાડોટ્રોપિન-રિલીઝિંગ હોર્મોનના ઉત્પાદનને અટકાવે છે. આ હોર્મોન ઓવ્યુલેશન અને માસિક ચક્રને નિયંત્રિત કરવાનું કામ કરે છે. માસિકમાં વિલંબ શારીરિક અને માનસિક સ્ટ્રેસના કારણે થઈ શકે છે. ખૂબ જ તણાવપૂર્ણ સ્થિતિઓને કારણે માસિક ન આવે તે મોટી વાત નથી. 


2.  વર્કઆઉટ 
હાઈ ઈન્ટેન્સિટી વર્કઆઉટ તમારા હોર્મોન્સમાં ફેરફાર કરી શકે છે જે તમારા પીરિયડ્સ અને શરીરની ઓવ્યુલેશન પ્રક્રિયાને અસર કરી શકે છે. દરરોજ એક કે બે કલાક કસરત કરવાથી તમારા પીરિયડ્સ પર કોઈ અસર પડતી નથી, પરંતુ તેનાથી વધુ સમય સુધી કસરત કરવાથી હોર્મોનલ ફેરફારો થઈ શકે છે. જો તમે વધુ કસરત કરવા માંગો છો, તો તે પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી.  


3. જીવનશૈલીમાં ફેરફાર 
જીવનશૈલી બદલવાથી શરીરની સિસ્ટમ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. ભલે તમને શરૂઆતમાં તેનો ખ્યાલ ન આવે પરંતુ  ક્યારેક દિવસનું કામ તો ક્યારેક નાઇટ શિફ્ટ તમારા શરીરની સિસ્ટમને અનિયમિત કરે છે. જે તમારા પીરિયડ્સને અસર કરી શકે છે. તેના કારણે તમને ઘણી વખત વહેલા અથવા મોડું માસિક આવી શકે છે. 


4. દવાઓની અસર 
એન્ટીડિપ્રેસન્ટ્સ, એન્ટિસાઈકોટિક્સ, થાઈરોઈડની દવાઓ અને કેટલીક કીમોથેરાપીની દવાઓ પણ તમારા માસિકને અસર કરી શકે છે. આ સિવાય ગર્ભનિરોધક ગોળીઓ પણ તમારા માસિકને અસર પહોંચાડે છે. 


5. વજનમાં ફેરફાર 
તમારા વધતા અથવા ઘટતા વજનને કારણે તમારા પીરિયડ્સ પર પણ અસર થાય છે. સ્થૂળતા એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સને અસર કરે છે અને આ પ્રજનન ક્ષમતાને પણ અસર કરે છે.