Potato Peels: કચરો સમજી ફેંકી ના દેતા બટેટાની છાલ, ઘણી બીમારીઓની છે આ દવા, જાણો તેના લાભ વિશે
Potato Peels: જો તમે બટેટાની છાલનો ઉપયોગ કરો છો તો તેનાથી શરીરની ઘણી બધી સમસ્યાઓમાં રાહત મળી શકે છે. તો ચાલો તમને જણાવીએ બટેટાની છાલ કઈ કઈ સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે.
Potato Peels: બટેટાનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. બટેટા એવું શાક છે જેને અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. જોકે બટેટાનો ઉપયોગ કરતી વખતે મોટા ભાગે તેની છાલ ઉતારીને ફેંકી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બટેટાની છાલ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તે ઘણી બીમારીઓમાં દવા જેવું કામ કરે છે ?
બટેટાની છાલમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જેમ કે પોટેશિયમ, વિટામિન સી, વિટામીન બી6, ફાઇબર, આયરન, મેગ્નેશિયમ અને ઝીંક. જો તમે બટેટાની છાલનો ઉપયોગ કરો છો તો તેનાથી શરીરની ઘણી બધી સમસ્યાઓમાં રાહત મળી શકે છે. તો ચાલો તમને જણાવીએ બટેટાની છાલ કઈ કઈ સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે.
આ પણ વાંચો: Cold and Cough: શરદી ઉધરસના કારણે હાલત છે ખરાબ ? તો આજથી જ શરૂ કરો આ આયુર્વેદિક ઉપાય
હાથની બીમારી
બટેટાની છાલમાં પોટેશિયમ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. તેનાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટની બીમારી થવાનું જોખમ ઘટી જાય છે.
ઇન્ફેક્શનથી બચાવ
બટેટાની છાલમાં વિટામિન સી હોય છે જે ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે અને શરીરને ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા આપે છે.
આ પણ વાંચો: અચાનક વધેલા બ્લડ સુગરને કંટ્રોલ કરવા ટ્રાય કરો આ 4 ઉપાય, નહીં દોડવું પડે દવાખાને
મગજ રહે છે હેલ્ધી
બટેટાની છાલમાં વિટામીન બી6 હોય છે જે મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે તેનાથી યાદશક્તિ અને કંઈ નવું શીખવાની ક્ષમતામાં સુધારો થાય છે.
કબજિયાત
બટેટાની છાલમાં ફાયબર હોય છે જે પાચનના સ્વાસ્થ્ય માટે સારું છે તેનાથી કબજિયાત માટે છે અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
આ પણ વાંચો: રાત્રે પાણી સાથે ખાઈ લેવી આ વસ્તુ, સવારે ટોયલેટમાં નીકળવા લાગશે બેડ કોલેસ્ટ્રોલ
એનિમિયા
બટેટાની છાલમાં આયરન હોય છે જે એનિમિયાથી બચાવે છે તેનાથી રક્તમાં રેડ બ્લડ સેલ્સનું ઉત્પાદન વધારે છે.
સાંધાના દુખાવા
બટેટાની છાલમાં મેગ્નેશિયમ હોય છે જે હાડકા અને સ્નાયુના સ્વાસ્થ્ય માટે સારું છે તેનાથી હાડકા મજબૂત બને છે અને સ્નાયુ સ્વસ્થ થાય છે તેનાથી સાંધાનો દુખાવો પણ મટે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)