Pregnancy care tips: પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓને કમરનો દુખાવો રહેતો હોય છે. પણ કેટલીક મહિલાઓને પ્રેગનેન્સી પછી પણ દુખાવો રહેતો હોય છે જે સામાન્ય વાત નથી. જી હા, થોડી બેદરકારી અને કેટલાક કારણોથી આ તકલીફ થઈ શકે છે.  તેવામાં આ દુખાવો શેનો છે તે જાણવુ ખુબ જરૂરી છે. આજનો આ લેખ આ જ વિષય પર છે. આવો જાણીએ.
ડિલિવરી પછી કેમ થાય છે કમરનો દુખાવો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

• મહિલાઓને ડિલિવરી પછી ભોજનમાં પર્યાપ્ત પોષક તત્વો નથી મળતુ. જેના કારણે તેમના શરીરમાં કેલ્શિયમ, જરૂરી વિટામીન સહિતની કમી થઈ જાય છે. જેના કારણે આ કમરનો દુખાવો રહેતો હોય છે.


• મહિલાઓને મોટા ભાગે બ્રેસ્ટફીડિંગ વખતે જ કમરનો દુખાવો રહેતો હોય. કારણ કે બાળકને દૂધ પીવડાવતી વખતે બાળકને તકિયા પર સુવડાવવામાં આવે છે અને મહિલા ખુદ જરૂર કરતાં વધારે ઝુકી જાય છે.


• મહિલાઓ બાળકને ઉઠાવતી વખતે ખોટા પોશ્ચરનો ઉપયોગ કરે છે. ત્યારે પણ કમરનો દુખાવો શરૂ થઈ જાય છે.


• ડિલિવરી પછી મહિલાઓના પેટમાં ખાલ લટકી જાય છે. અને સ્ટ્રેચ માર્ક્સ પણ દેખાવા લાગે છે. તેવામાં આ બંનેને દૂર કરવા માટે એક્સરસાઈઝ શરૂ કરી દે છે જેના કારણે કારણે પણ કમરનો દુખાવો શરૂ થઈ જાય છે.