બજારમાંથી પ્રોટીન પાવડર ખરીદવો પડે છે મોંઘો ? તો ઘરે આ રીતે તૈયાર કરો Sugar Free હેલ્ધી પ્રોટીન પાવડર
Home Made Protein Powder: લોકોની જીવનશૈલી અને આહાર પદ્ધતિ એવી થઈ ગઈ છે કે જેના કારણે શરીરને જરૂરી પોષણ આહારથી મળતું નથી. તેથી દિવસ દરમિયાન દૂધમાં જો પ્રોટીન પાવડર ઉમેરીને લેવામાં આવે તો તેનાથી શરીર માટે જરૂરી પોષક તત્વો મળી રહે છે.
Home Made Protein Powder: આજના સમયમાં નાના બાળકોથી લઈ પરિવારના વૃદ્ધ વ્યક્તિને પણ પોતાના આહારમાં પ્રોટીન યુક્ત વસ્તુઓનું સેવન કરવું પડે છે. ડોક્ટરો પણ સલાહ આપતા હોય છે કે દિવસ દરમિયાન એક ગ્લાસ દૂધમાં પ્રોટીન પાવડર જરૂરથી પીવો જોઈએ. તેનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. તેનું કારણ છે કે આજના સમયમાં લોકોની જીવનશૈલી અને આહાર પદ્ધતિ એવી થઈ ગઈ છે કે જેના કારણે શરીરને જરૂરી પોષણ આહારથી મળતું નથી. તેથી દિવસ દરમિયાન દૂધમાં જો પ્રોટીન પાવડર ઉમેરીને લેવામાં આવે તો તેનાથી શરીર માટે જરૂરી પોષક તત્વો મળી રહે છે. આ સિવાય જે લોકો જીમમાં જતા હોય છે અને મસલ્સ બનાવતા હોય છે તેમને પણ પ્રોટીન પાવડર પીવાની જરૂર પડે છે. જોકે આ પ્રકારના પ્રોટીન પાવડર બજારમાંથી ખરીદવા ખૂબ જ મોંઘા પડે છે. ત્યારે આજે તમને ઘરે હેલ્થી પ્રોટીન પાવડર કેવી રીતે તૈયાર કરવો તેના વિશે જણાવીએ.
આ પણ વાંચો :
શું તમે પણ ફ્રિજમાં રાંધેલો ખોરાક મૂકો છો? તો થઈ જાઓ સાવધાન! આ વિગતો ખાસ જાણો
આ રંગનું યુરિન આવે છે તો સમજી લો વોર્નિંગ સાઈન,બની શકો છો કિડનીની ગંભીર બીમારીનો ભોગ
પ્રોટીન પાવડર માટેની સામગ્રી
મખાના 400 ગ્રામ
બદામ 100 ગ્રામ
અખરોટ 100 ગ્રામ
વરીયાળી 50 ગ્રામ
સાકર 50 ગ્રામ
એલચી 10 ગ્રામ
કેસર 2 ગ્રામ
ચિયાસીડ્સ, પમકીન સીડ અને ફ્લેક્સ સીડ 100 ગ્રામ
પાવડર બનાવવાની રીત
આ પણ વાંચો :
સાવધાન: રોજના આટલા કપથી વધુ ચા પીવી સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક
ફૂલાવર કરતાં પણ તેના પાંદડાના ફાયદા જાણી લો, શરીર માટે છે ફાયદાકારક
પ્રોટીન પાવડર બનાવવા માટે સૌથી પહેલા મખાનાને શેકી લેવા. ત્યાર પછી બદામ ને પણ શેકી લેવી. બંને વસ્તુ ઠંડી થઈ જાય એટલે મિક્સરમાં તેને પાવડર બનાવી લેવી. આ પાવડરને એક બાઉલમાં કાઢી લો અને પછી અન્ય ડ્રાયફ્રુટ અને સીડ્સને પણ બારીક પીસી લેવા. ત્યાર પછી બંને વસ્તુઓને એક મોટા બાઉલમાં મિક્સ કરીને એર ટાઈટ કન્ટેનરમાં ભરી રાખો.
ઘરે તૈયાર કરેલા આ નેચરલ પ્રોટીન પાવડરને દૂધ સાથે તમે નિયમિત લઈ શકો છો. હુંફાળા ગરમ દૂધમાં એક ચમચી પ્રોટીન પાવડર ઉમેરી બરાબર મિક્સ કરીને તેનું સેવન કરવું. આ પ્રોટીન પાવડર નું નિયમિત રીતે સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહેશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.