નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામ કરવાનો અંદાજ સૌથી અલગ છે. અને આ જ કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. 71 વર્ષની ઉંમરમાં પણ ઉર્જાથી ભરપૂર પ્રધાનમંત્રી મોદી કોઈપણ નવયુવાનથી વધારે કામ કરવાની ક્ષમતા રાખે છે... પ્રધાનમંત્રી મોદી આ ઉંમરે પણ 18 કલાક કામ કરે છે અને ક્યારેય રજા લેતાં નથી. પ્રધાનમંત્રી મોદી સાદગી ભરેલ અનુશાસિત જીવનશૈલીથી જ પોતાને આટલી ફિટ રાખે છે. જેમાં યોગનું સૌથી મોટું પ્રદાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. બાળપણથી એક્સરસાઈઝ કરે છે નરેન્દ્ર મોદી:
ફિટનેસને લઈને જાગૃત રહેવાની શરૂઆત પ્રધાનમંત્રી મોદીએ બાળપણથી જ શરૂ કરી દીધી હતી. પીએમ મોદી બાળપણમાં દરરોજ શર્મિષ્ઠા તળાવમાં સ્વિમિંગ કરતા હતા.


2. કિશોરાવસ્થામાં યોગ સાથે જોડાયો સંબંધ:
નરેન્દ્ર મોદી કિશોરાવસ્થામાં RSSની શાખા બાળ સ્વયંસેવક સાથે જોડાઈ ગયા. જ્યાં તે દરરોજ સૂર્ય નમસ્કાર કરતા હતા. તેના પછી તે અનેક મોટા સાધુ-સંતોના સંપર્કમાં આવ્યા. અહીંયા આ સાધુ-સંતોએ તેમને પ્રાણાયામ શીખવાડ્યા. બાળપણથી જ એક્સરસાઈઝની આદતને નરેન્દ્ર મોદીએ ક્યારેય છોડી નહીં.


3. ગુજરાતના CM હતા ત્યારે સમગ્ર મંત્રીમંડળ સાથે કરતા હતા યોગ:
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ડૉ.નાગેન્દ્રને ખાસ બોલાવતાં. અને સવારે 6:30થી 7:30 કલાક સુધી તેમની દેખરેખમાં પોતાના સમગ્ર મંત્રીમંડળની સાથે ચોક્કસ યોગ કરતા હતા.


4. પ્રધાનમંત્રી બન્યા પછી પણ યથાવત છે યોગની પરંપરા:
પીએમ મોદીનો નિયમ છે કે તે આ ઉંમરે પણ 5-6 કલાકથી વધારે ઉંઘ લેતા નથી. તે સવારે 4-5 કલાકની વચ્ચે ઉઠી જાય છે અને પછી યોગ કરે છે. યોગથી પીએમ મોદીનું શરીર એટલું ફિટ રહે છે કે તે સતત 14થી 16 કલાક અટક્યા વિના કામ કરી શકે છે. સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ તેમના પ્રિય આસન છે. પીએમ મોદી સુખાસન, પદ્માસન, ઉષ્ટ્રાસન, વજ્રાસન, કરે છે.


5. પીએમ મોદીએ યોગને અપાવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ:
યોગ સાથે પીએમ મોદીને જૂનો સંબંધ છે. પીએમ મોદીના પ્રયાસોના કારણે યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી. ત્યારથી 21 જૂનને આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.