Vitamin A: આ વિટામિનની ખામીથી વધી જાય છે વંધત્વની સંભાવના, ખામી દુર કરવા ખાવી આ વસ્તુઓ
Vitamin A:જ્યારે શરીરમાં વિટામિન એ ની ઉણપ હોય તો શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. જે વ્યક્તિના શરીરમાં આ લક્ષણો જોવા મળે તેણે 5 વસ્તુઓનું સેવન તુરંત શરૂ કરી દેવું જોઈએ. આ પાંચ વસ્તુઓ ખાવાથી શરીરમાં વિટામીન એ પૂરતા પ્રમાણમાં વધે છે.
Vitamin A: વિટામીન એ ની વાત આવે તો સામાન્ય રીતે લોકો માને છે કે તેની ઉણપ હોય તો આંખને સમસ્યા થાય. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે વિટામીન એની ખામીના કારણે પ્રજનન ક્ષમતા પર પણ અસર થાય છે. એક રિપોર્ટ અનુસાર વિટામીન એ પ્રજનન પ્રણાલીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો શરીરમાં વિટામીન એની ઉણપ હોય તો ગર્ભધારણમાં સમસ્યા થઈ શકે છે.
વિટામીન એની ઉણપ કેવી રીતે સર્જાય ?
આ પણ વાંચો: તરબૂચને ફ્રીજમાં રાખવાની ભુલ તમે પણ કરો છો? જાણો ઠંડુ તરબૂચ ખાવાથી થતા નુકસાન વિશે
વિટામીન એ શરીરમાં બનતું નથી. તેને યોગ્ય આહાર દ્વારા શરીરને આપવું પડે છે. જો ભોજનમાં રહેલું વિટામિન એ શરીર ગ્રહણ કરી શકે નહીં તો શરીરમાં વિટામિન એની ઉણપ સર્જાય છે. જ્યારે શરીરમાં વિટામિન એ ની ઉણપ હોય તો શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. જે વ્યક્તિના શરીરમાં આ લક્ષણો જોવા મળે તેણે 5 વસ્તુઓનું સેવન તુરંત શરૂ કરી દેવું જોઈએ. આ પાંચ વસ્તુઓ ખાવાથી શરીરમાં વિટામીન એ પૂરતા પ્રમાણમાં વધે છે.
વિટામીન એની ખામીના લક્ષણ
આ પણ વાંચો: હાર્ટ પેશન્ટ માટે આ ડેરી પ્રોડક્ટ છે અસુરક્ષિત, હાર્ટ પ્રોબ્લેમનું જોખમ વધારે છે
ઓછું દેખાવુ
આંખમાં ડ્રાઈનેસ
વારંવાર ઇન્ફેક્શન થવું
ડ્રાય ત્વચા
બાળકનો ધીમો વિકાસ
વિટામીન એથી ભરપૂર ખોરાક
આ પણ વાંચો: શરીરમાં લોહીની ઉણપ હોય તો આ 5 વસ્તુઓને આહારમાં સામેલ કરો, દવા લેવાની જરૂર નહીં પડે
- શક્કરિયામાં વિટામીન એ સૌથી વધારે હોય છે. જો તમે એક શકરિયું પકાવીને ખાવ છો તો તેનાથી તમને 1403 mcg વિટામીન એ મળે છે.
- ગાજર પણ વિટામીન એથી ભરપૂર હોય છે. અડધો કપ કાચા ગાજરમાં 469 mcg વિટામીન એ હોય છે.
- પાલક ની ભાજી ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે જેમાંથી એક વિટામીન એ પણ છે. બાફેલી પાલકની ભાજીમાંથી 573 mcg વિટામીન એ મળે છે.
આ પણ વાંચો: Health Tips: જો તમે 1 મહિના સુધી ચા કે કોફી પીતા નથી તો શરીરમાં થાય છે આ 5 ફેરફાર
- બ્રોકલીમાં અન્ય વિટામિન સાથે વિટામીન એ પણ હોય છે. અડધા કપ બ્રોકલીમાં 60 mcg વિટામીન એ હોય છે.
- કાચી કેરીમાં પણ વિટામીન એ ની માત્રા સારી એવી હોય છે. એક કાચી કેરીમાંથી 112 mcg વિટામીન એ મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)