જો શરીરમાં લોહીની ઉણપ હોય તો આ 5 વસ્તુઓને આહારમાં સામેલ કરો, દવા લેવાની જરૂર નહીં પડે
Blood deficiency: બિઝી લાઈફના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન સારી રીતે રાખી શકતા નથી. જેના કારણે ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. યોગ્ય આહારના અભાવે શરીરમાં ઘણા બધા પોષક તત્વોની ખામી સર્જાઈ જાય છે. આવી જ એક ખામી છે લોહીની ઊપણ. ઘણા લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય છે.
લીલા શાકભાજી
શરીરમાં લોહીની ઉણપ હોય તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આજે તમને ખાવા પીવાની એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેમાં આયરન સારા પ્રમાણમાં હોય છે. જેમ કે લીલા શાકભાજી. લીલા શાકભાજી ખાવાથી શરીરમાં હિમોગ્લોબીન વધે છે.
ડ્રાયફ્રુટ
શરીરમાં રક્તની ઉણપ હોય તો ડ્રાયફ્રુટ ખાવા જોઈએ. તેને ખાવાથી શરીરમાંથી આયરનની ખામી દૂર થાય છે. સવારે ખજૂર, અખરોટ અને બદામ જેવા સુકામ એવા ખાવા જોઈએ. જે તમને સારો ફાયદો અપાવે છે.
આખું અનાજ
આખા અનાજ ખાવાથી પણ શરીરમાં આયરનની ઉણપ દૂર થાય છે. તેનાથી હિમોગ્લોબિન વધે છે. દિવસ દરમિયાન એક વખત આખા અનાજ સેવન કરવું જોઈએ.
રેડ મીટ
રેડ મીટ ખાવાથી પણ રક્તની ઉણપ દૂર થાય છે. તેમાં વિટામિન એ, વિટામિન ડી, આયરન અને પોટેશિયમ સારા એવા પ્રમાણમાં હોય છે. તે હાડકાને મજબૂત બનાવે છે અને લોહી વધારે છે.
ઈંડા
ઈંડામાં પ્રોટીન, વિટામિન અને મિનરલ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે ઈંડાનું સેવન કરો છો તો આયરનની ખામી દૂર કરવામાં મદદ મળે છે. ઉનાળામાં ખાવા ટાળવા જોઈએ પણ શિયાળાની સિઝનમાં તમે ખાશો તો ફાયદામાં રહેશો.
Trending Photos