Diabetes: બ્લડ સુગર ઘટાડે છે આ દેશી દાણા, ડાયાબિટીસના દર્દીએ દિવસમાં એકવાર તો ખાવા જ જોઈએ
Diabetes: રાજગરો જેને રામદાણા, ચૌલાઈ અથવા અમરંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાળપણમાં તમે પણ રાજગરાના લાડુ તો ખાધા જ હશે, પરંતુ તમે એ નહીં જાણતા હોય કે તેની મદદથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ પણ કરી શકાય છે.
Diabetes: આજના સમયમાં લોકોની જીવનશૈલી અને ખાવાની આદતો એવી થઈ ગઈ છે કે જેના કારણ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થવા લાગી છે. જેનું સૌથી મોટું પરિણામ છે કે વિશ્વભરમાં ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીના દર્દીઓ સતત વધી રહ્યા છે. ડાયાબિટીસના દર્દીઓની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કેવી રીતે કરવું. જો બ્લડ સુગર કંટ્રોલમાં ન રહે તો તેના કારણે સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે. તેવામાં સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે રાજગરો બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
રાજગરો બ્લડ સુગર કરશે કંટ્રોલ
આ પણ વાંચો:
આ બીમારીના દર્દીએ રાત્રે સૂતા પહેલા ન પીવું પાણી, જાણો નોર્મલ વ્યક્તિ કેટલું પી શકે?
દૂધમાં મિક્સ કરી પીવો આ દાણા, આંખના નંબરથી લઈ ખરાબ પાચનની સમસ્યામાં થશે સુધારો
Mint Benefits: ફુદીનાના 2 પાન રોજ ચાવીને ખાવાથી શરીરને થાય છે અઢળક ફાયદા
રાજગરો જેને રામદાણા, ચૌલાઈ અથવા અમરંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાળપણમાં તમે પણ રાજગરાના લાડુ તો ખાધા જ હશે, પરંતુ તમે એ નહીં જાણતા હોય કે તેની મદદથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ પણ કરી શકાય છે.
રાજગરોએ એક એવું અનાજ છે જેમાં કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબર ભરપુર પ્રમાણમાં હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાઇબરનું સેવન ખૂબ જ જરૂરી છે. એટલા માટે તેઓએ રાજગરો ખાવો જ જોઈએ. તેનાથી ડાયાબિટીસમાં રાહત મળે છે અને સ્થૂળતા પણ ઘટે છે.
આ રીતે કરો રાજગરાનું સેવન
તમે રાજગરાની કટલેટ બનાવીને ખાઈ શકો છો. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખૂબ જ ફાયદાકારક છે. તમે ઈચ્છો તો તેમાં અન્ય લોટ મિક્સ કરીને ટિક્કી પણ બનાવી શકો છો.
જો તમે બિસ્કિટ ખાવાના શોખીન છો તો રાજગરાની કૂકીઝ બેસ્ટ ઓપ્શન છે. તેને ઘરે બનાવવી પણ ખૂબ જ સરળ છે. તેમાં ડ્રાયફ્રુટ ઉમેરી તેને વધારે હેલ્ધી બનાવી શકો છો.
(Disclaimer:અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)