Ramphal: ટમેટા જેવું દેખાતું આ અનોખું ફળ હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ એક લોકલ ફળ છે જે સ્વાદમાં અદભુત અને પોષક તત્વોનો ખજાનો છે. ખાસ તો આ ફળ ડાયાબિટીસમાં દર્દીઓ માટે વરદાન સમાન સાબિત થાય છે. આ ફળને રામફળ કહેવાય છે. જે દેખાવમાં લાલ ટમેટા જેવા હોય છે. પરંતુ તેનો સ્વાદ સફરજન જેવો મીઠો હોય છે. ભારતના ઘણા પ્રાંતમાં આ ફળ લોકપ્રિય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Food: શિયાળામાં રાત્રે આ 5 વસ્તુઓ ક્યારેય ન ખાવી, ખાવાથી થઈ જશે ન મટે એવા શરદી-ઉધરસ


રામફળમાં એવા પોષક તત્વો હોય છે જે બ્લડ શુગર લેવલની કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ફળ પ્રાકૃતિક રીતે એન્ટી ડાયાબિટીક ગુણથી ભરપૂર હોય છે. પ્રી ડાયાબિટીસ અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો ડાયાબિટીસના દર્દી રોજ આ ફળ ખાવાનું શરૂ કરે તો બ્લડ સુગર લેવલને સારી રીતે કંટ્રોલ કરી શકાય છે. 


આ પણ વાંચો: Garlic: કાચું લસણ ખાવાથી વધે છે આ સમસ્યા, ભુલથી પણ આ સ્થિતિઓમાં લસણ ખાવું નહીં


રામફળ ફક્ત ડાયાબિટીસ માટે જ નહીં પરંતુ કેન્સર વિરોધી ગુણ માટે પણ પ્રખ્યાત છે. તેનું સેવન કરવાથી શરીરને ગંભીર બીમારીઓ સામે લડવાની ક્ષમતા મળે છે. આ ફળ ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. રામફળ શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન થી બચાવે છે. 


રામફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને ચમકદાર અને વાળને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે અને ખરતા વાળની સમસ્યા પણ ઓછી થાય છે. 


આ પણ વાંચો: વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ


જે લોકોના સાંધા નબળા હોય અથવા તો સાંધામાં દુખાવો રહેતો હોય તેમના માટે પણ રામફળ લાભકારી છે. રામફળ સાંધાના સોજા અને દુખાવાને દૂર કરી રાહત આપે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)