Raw Banana Benefits: કેળા એવું ફળ છે જેને તેમાં રહેલા ગુણના કારણે એનર્જીનું પાવર હાઉસ કહેવાય છે. તે સ્વાદમાં નાના મોટા સૌને ભાવે તેવા હોય છે. જોકે ડાયાબિટીસના દર્દી માટે પાકા કેળા ખાવા નુકસાનકારક સાબિત થાય છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ કાચા કેળા બિન્દાસ ખાઈ શકે છે.. કાચા કેળામાં પણ પાકા કેળા જેટલા જ ગુણ હોય છે અને તેનાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ કાચા કેળાનું સેવન કરે તો સુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. કાચા કેળામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે જ્યારે કેળું પાકી જાય છે તો આ સ્ટાર્ચ સુગર બની જાય છે. તેના કારણે પાકું કેળું ખાવું ડાયાબિટીસના દર્દી માટે હિતાવહ નથી. પરંતુ કાચા કેળાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ કરે તો તેને ઘણા બધા ફાયદા થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : 


પરિવારમાં કોઈને કોઈ રહે છે બીમાર ? તો રોજ આ રીતે મીઠો લીમડો ખાવાનું શરુ કરો


આ નાનકડી વસ્તુ ઉધરસ મટાડે છે તુરંત, આ રીતે લેવાથી થશે ઝડપથી ફાયદો


Health Tips: ચા નહીં સવારે સૌથી પહેલા પાણી પીવાનું રાખો , એક ફેરફારથી થશે અનેક ફાયદા


કાચા કેળા ખાવાથી થતા ફાયદા


- કાચા કેળામાં પણ પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. ખાસ કરીને તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. જો તમે કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા થાય ત્યારે કાચા કેળાની વસ્તુ ખાવ છો તો પછી કલાકો સુધી તમને ભૂખ લાગતી નથી. આવું એટલા માટે થાય છે કે તેમાં ફાઇબર વધારે હોય છે. જો તમારું વજન વધારે છે તો તમારે કાચા કેળા ખાવા જોઈએ.


- કાચા કેળામાં એવા પોષક તત્વો પણ હોય છે જે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને વધારે છે. જેના કારણે પાચન સુધરે છે. કાચા કેળા ખાવાથી કબજિયાતની ફરિયાદ દૂર કરવામાં મદદ મળે છે. 


- જે લોકોનું બ્લડ સુગર હાય રહેતું હોય તેમણે કાચા કેળા ખાવા જોઈએ. કાચા કેળામાં એવા તત્વો હોય છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. કાચા કેળા ખાવાથી બ્લડ સુગર વધતું અટકે છે કારણ કે તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે.



(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)