Raw Onion: પ્રકૃતિએ આપણને એવા ઘણા શાક અને ફળ આપ્યા છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાંથી કેટલાક શાક એવા છે જેનું સેવન કરવાથી બીમારીઓ પણ દૂર થઈ જાય છે. આવું જ એક શાક છે ડુંગળી. ડુંગળીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. દાળ શાક તો ડુંગળી વિના અધૂરા જ લાગે. ડુંગળીનો ઉપયોગ સલાડમાં પણ કરવામાં આવે છે. ઘણા લોકોને તો જમવાની સાથે પણ નિયમિત રીતે કાચી ડુંગળી ખાવાની આદત હોય છે. જો તમે પણ દૈનિક આહારમાં ડુંગળીનું સેવન કરો છો તો આજે તમને જણાવીએ તેનાથી થતા ફાયદા અને નુકસાન બંને વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સવારે પીવો આ 5 ડ્રિંક્સ, હળવું ફુલ જેવું થઈ જશે પેટ, આખો દિવસ રહેશો ફ્રેશ


ડુંગળીથી થતા ફાયદા


- ડુંગળીમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. ડુંગળી ખાવાથી હાડકા મજબૂત થાય છે. જો તમારા હાડકા નબળા છે અથવા તો તમને હાડકા સંબંધિત કોઈપણ સમસ્યા છે તો તમારે ડુંગળીનું સેવન કરવું જોઈએ તેનાથી તમને ફાયદો થશે.


- ડુંગળીમાં ફ્લેવોનોઈડસ હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલ ને વધારે છે. ડુંગળીનું સેવન કરવાથી હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોક જેવી હૃદયની બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે. 


આ પણ વાંચો: ચા બનાવતી વખતે અને પીતી વખતે કરેલી આ ભુલ ચાને બનાવે છે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક


- ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી વાળ લાંબા, કાળા અને મજબૂત બને છે. વાળ સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો ડુંગળીનો રસ વાળમાં લગાડવો જોઈએ.


ડુંગળીથી થતા નુકસાન


- જે લોકોને સુગરની સમસ્યા રહેતી હોય તેમણે ડુંગળી ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી કારણકે ડુંગળી ખાવાથી રક્તમાં શુગર લેવલ અપ ડાઉન થઈ શકે છે જેના કારણે ડાયાબિટીસના દર્દી બેભાન પણ થઈ શકે છે.


આ પણ વાંચો: આંખની દ્રષ્ટિ સુધારે છે શિયાળામાં મળતી આ ભાજી, નહીં પડે ચશ્મા પહેરવાની જરૂર


- જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તેમણે પણ ડુંગળી ખાવાથી બચવું જોઈએ. વધારે ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર ઝડપથી ઓછું થઈ જાય છે જેના કારણે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 


- વધારે પ્રમાણમાં ડુંગળીનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. કારણ કે ડુંગળીમાં ફાયબર સૌથી વધારે હોય છે. વધારે પ્રમાણમાં ડુંગળી ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે તેથી શક્ય હોય તો વધારે ડુંગળી ખાવાથી બચવું.


આ પણ વાંચો: Ginger Benefits: શરદી-ઉધરસથી જ નહીં આ 5 ગંભીર બીમારીથી પણ રાહત અપાવે છે આદુ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)