Health Tips: આંખની દ્રષ્ટિ સુધારે છે શિયાળામાં મળતી આ ભાજી, નહીં પડે ચશ્મા પહેરવાની જરૂર
Health Tips: આ ભાજી એમીનો એસિડ, હાઈ ફાયબર, વિટામિન એ, વિટામિન બી, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસથી ભરપુર હોય છે. શિયાળામાં તેનું સેવન કરવાથી શરીરને ઘણા લાભ થાય છે. ખાવાપીવાની ખોટી આદતોના કારણે લોકોની આંખ નાની ઉંમરમાં નબળી પડી જાય છે. બથુવાની ભાજી ખાવાથી આંખની નબળાઈ દુર થાય છે.
Trending Photos
Health Tips: કેટલાક શાક એવા હોય છે જે શિયાળા દરમિયાન જ આવે છે. આખું વર્ષ લોકો શિયાળો આવે તેની જ રાહ જોતા હોય છે. શિયાળામાં મળતા શાકભાજીમાંથી બથુવાની ભાજી પણ એક છે. બથુવાની ભાજી સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે. બથુવાનો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. આ લીલા પાનવાળું શાક પોષક તત્વોથી ભરપૂર હોય છે જેના કારણે શરીરને પણ લાભ કરે છે. જોકે બથુવાથી સૌથી વધુ ફાયદો આંખને થાય છે. જે લોકોની આંખ નબળી હોય તેમણે શિયાળા દરમિયાન આ ભાજી ખાવી જોઈએ તેનાથી આંખની રોશની વધે છે.
આજના સમયમાં નાની ઉંમરમાં બાળકોને પણ ચશ્મા આવી જતા હોય છે આવી સ્થિતિમાં બથુવાની ભાજી તમને ચશ્મા દૂર કરવામાં મદદ કરી શકે છે. કારણ કે તેમાં ઝીંક અને આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે જે આંખની રોશની વધારવામાં મદદ કરે છે. બથુવાને તમે કોઈપણ સમયે ખાઈ શકો છો.
બથુવાની ભાજી એમીનો એસિડ, હાઈ ફાયબર, વિટામિન એ, વિટામિન બી, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસથી ભરપુર હોય છે. શિયાળામાં તેનું સેવન કરવાથી શરીરને ઘણા લાભ થાય છે. ખાવાપીવાની ખોટી આદતોના કારણે લોકોની આંખ નાની ઉંમરમાં નબળી પડી જાય છે. બથુવાની ભાજી ખાવાથી આંખની નબળાઈ દુર થાય છે.
જો તમે નાસ્તામાં બથુવાનો સમાવેશ કરવા માંગો છો તો તેમાંથી હેલ્ધી પરાઠા બનાવીને ખાઈ શકો છો સ્વાસ્થ્ય માટે આ હેલ્ધી બ્રેકફાસ્ટ સાબિત થશે.
બપોરના ભોજનમાં જો બથુવાનું સેવન કરવું હોય તો તમે રાયતું બનાવી શકો છો સ્વાદથી ભરપૂર સ્વાસ્થ્યને પણ લાભ કરશે.
બથુવાની ભાજી તમે રાત્રે ડિનરમાં પણ લઈ શકો છો. બથુવાનું શાક ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને સાથે જ તે આંખને ફાયદો કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે