Red Banana Benefits: ખૂબ ઓછા લોકો જાણતા હશે કે પીળા કેળાની જેમ લાલ કેળા પણ આવે છે. લાલ કેળાનો ઉપયોગ ખૂબ ઓછા લોકોએ કર્યો હશે, કારણ કે ભારતમાં સામાન્ય રીતે લીલા અને પીળા કેળાનો જ ઉપયોગ થતો હોય છે. પરંતુ લાલ કેળા પણ હવે માર્કેટમાં મળવા લાગ્યા છે. ભારતમાં લાલ કેળાની ખેતી પણ શરૂ થઈ ચૂકી છે. તેનું કારણ છે કે લોકો એ વાત જાણવા લાગ્યા છે કે લાલ કેળા ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Recipe: જન્માષ્ટમીનો ભોગ પંજીરી વિના અધુરો, જાણો શ્રીકૃષ્ણની પ્રિય પંજીરીની રેસિપી


પરંતુ હજી પણ એવા અનેક લોકો હશે જેમને લાલ કેળાથી થતા ફાયદા વિશે ખબર નહીં હોય. જો તમે પણ લાલ કેળાથી થતા ફાયદાથી અજાણ છો તો આજે તમને જણાવીએ. મહત્વનું છે કે પીળા કેળાની સરખામણીમાં લાલ કેળા વધારે પૌષ્ટિક હોય છે. લાલ કેળા ખાવાથી સૌથી વધુ 4 બાબતમાં ફાયદો થાય છે. આ 4 ફાયદા વિશે જાણીને તમે પણ માર્કેટમાં લાલ કેળા ક્યાં મળે છે તે શોધવાની કરશો તે નક્કી. 


લાલ કેળા ખાવાથી થતા ફાયદા 


આ પણ વાંચો: મફતમાં મળતા આ લાલ ફૂલથી ચહેરાની કરચલીઓ થશે ઓછી, 40 વર્ષે પણ ત્વચા દેખાશે 25 જેવી


પુરુષોની ફર્ટીલિટી  વધે છે 


લાલ કેળામાં બીટા કેરોટીન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. લાલ કેળા વિશે કહેવાય છે કે તે પુરુષોનો ફર્ટિલિટી પાવર અને કામેચ્છા વધારે છે. લાલ કેળામાં રહેલા તત્વ પુરુષોમાં પ્રજનન ક્ષમતામાં વધારો કરે છે. તેને ખાવાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પણ રેગ્યુલેટ થાય છે જેના કારણે પુરુષોની એનર્જી વધે છે. 


આ પણ વાંચો: Kankhajura: બાથરુમમાં વારંવાર નીકળે છે કાનખજૂરા? આ ટીપ્સ અપનાવી મેળવો કાયમી મુક્તિ


આંખ માટે ફાયદાકારક 


લાલ કેળામાં લ્યુટીન અને બીટા કેરોનોઇડ્સ હોય છે. આ પોષક તત્વો ભરપૂર માત્રામાં હોવાના કારણે લાલ કેળા આંખની નબળાઈને દૂર કરે છે. ઉંમર વધવાની સાથે આંખમાં થતી સમસ્યાઓને લાલ કેળા દૂર કરે છે. 


સ્કીન અને વાળ માટે રામબાણ 


લાલ કેળામાં કેરૌનોઈડ્સ હોય છે જે વધતી ઉંમરની અસરોને અટકાવે છે. લાલ કેળા ત્વચામાં કોલેજનનું પ્રોડક્શન વધારે છે. તેનાથી સ્કીન અને વાળ બંને સુંદર બને છે. ખાસ કરીને જે લોકોના માથામાં ખરતા વાળના કારણે ટાલ પડવા લાગી હોય તેમણે કેળાનો ઉપયોગ કરવો જોઈએ. લાલ કેળા ખાવાથી ત્વચા પરથી કરચલીઓ પણ ઓછી થાય છે અને ખરતા વાળની સમસ્યા મટે છે. 


આ પણ વાંચો: Thick Malai: આ ટીપ્સ ફોલો કરશો તો રોજ દૂધ પર જામશે જાડી મલાઈ, ઘી પણ થાશે વધારે


બ્લડ કરે છે પ્યોરિફાય 


લાલ કેળામાં બ્લડ પ્યોરીફાય  કરવાની ક્ષમતા પણ હોય છે. લાલ કેળા એવા એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે શરીરમાં હિમોગ્લોબિન અને આયરનનું સ્તર વધારવાનું કામ કરે છે. લાલ કેળામાં વિટામીન b6 વધારે હોય છે જે રેડ બ્લડ સેલ બનાવવામાં મદદ કરે છે. લાલ કેળા ખાવાથી એનિમિયા જેવી બીમારી ઝડપથી મટે છે 


આ પણ વાંચો: Stomach Pain: પેટનો દુખાવો દવા વિના 5 મિનિટમાં મટી જશે, બસ આ રીતે હીંગનો કરો ઉપયોગ


લાલ કેળા ખાવાનો સમય 


લાલ કેળા અનેક પોષક તત્વથી ભરપૂર હોય છે આ બધા જ પોષક તત્વો શરીરને મળે તે માટે તેને યોગ્ય સમયે ખાવું જરૂરી છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર લાલ કેળાને સવારે ખાલી પેટ ખાવા જોઈએ. જો સવારે તમે ખાલી પેટ ખાઈ શકતા નથી તો સાંજે  4 વાગ્યા પહેલા કેળા ખાવા. ત્યાર પછી કેળા ખાવાની ભૂલ કરવી નહીં. જો સાંજ પછી તમે કેળા ખાઓ છો તો હેવી ફીલ કરો છો અને શરીરમાં આળસ વધે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)