ઝી બ્યૂરો, અમદાવાદઃ મેદસ્વીતાનું સૌથી મોટું કારણ ફાસ્ટફૂડ છે પણ શું કોઈને ખ્યાલ છે આ ફાસ્ટફૂડ શેમાંથી બને છે તેને શું અનાજની કેટેગરીમાં મૂકી શકાય? તો જવાબ છે ના. કેનેડાની એક યુનવર્સિટીએ કરેલું રિસર્ચ સામે આવ્યું છે જે રિફાઈન્ડ ગ્રેન પર કરવામાં આવ્યું છે અને આ રિસર્ચ એલર્ટ કરનારું છે. કારણ કે રિફાઈન્ડ ગ્રેનમાંથી મેંદાની આઈટમો બને છે અને આ જ રિફાઈન્ડ ગ્રેન હદયને લગતી બીમારીનું મુખ્ય કારણ દર્શાવાયું છે. ખા કરીને રિફાઈન્ડ ગ્રેનનો ડાયટમાં ઉપયોગ કરો છો તો હદયને લગતી બીમારીનું જોખમ 33 ટકા અને સ્ટ્રોકની આશંકા 47 ટકા સુધી રહે છે. અને જો આ ટાળવું હોય તે રિફાઈન્ડ ગ્રેનનો ઉપયોગ પણ ટાળવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અનાજની ત્રણ ભાગમાં વહેંચણી
અનાજને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું જેમાં રિફાઈન્ડ ગ્રેન, હોલ ગ્રેન, વ્હાઈટ રાઈસ છે. આખા અનાજથી કોઈ જાતની સ્વાસ્થ્યને સમસ્યા નથી થતી પણ રિફાઈન્ડ ગ્રેનથી સ્વાસ્થ્યને અસર પહોંચે છે. ખાસ કરીને ડાયટમાં જો રિફાઈન્ડ ગ્રેનની માત્રા ઘટાડવામાં આવે તો મૃત્યુ અને બીમારીનું જોખમ ઘટાડી શકાય છે.


આખા અનાજ અને રિફાઈન્ડ અનાજ વચ્ચે તફાવત
આખુ અનાજ અને રિફાઈન્ડ અનાજ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. આખઉ અનાજ સીધું ખેતરમાંથી આવે છે, તેથી તેમાં પોષકતત્વો જળવાઈ રહેલા હોય છે. તે ખાવાથી કોલેસ્ટરોલ કંટ્રોલમાં રહે છે. કેન્સરનું પ્રમાણ ઘટી જાય છે. અને અન્ય કોઈ પોષકતત્વોની ઉણપ રહેતી નથી. અને રિફાઈન્ડ અનાજ તમામ પ્રોસેસિંગ બાદ તૈયાર કરાય છે. તેનું સૌથી મોટું ઉદાહરણ મેંદો છે. સ્વાભાવિક છે કે મેંદો પચવામાં ખૂબ જ અઘરો છે. તેના પચવા માટે કલાકોના કલાકો લાગે છે. એટલે સ્પષ્ટ છે કે રિફાઈન્ડ અનાજ ખાવાથી વજન વધવું, બીપી વધવું, બ્લડશુગર વધવું અને કેલ્શિયમની ઉણપની પણ સમસ્યા શરીરમાં જોવા મળે છે. તેમાં તમામ પોષકતત્વો નષ્ટ થઈ રહ્યાં છે.


યુવતીનો આ VIDEO જોયા બાદ તમારી આંખમાં આંસુ ન આવે તો તમે કંઇ પણ છો માણસ તો નથી જ !


હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કેવી રીતે ઘટાડશો જોખમ?
1) ખોરાકમાં ઘઉંના બદલે જુવાર અને બાજરાનો ઉપયોગ વધારો
2) રાગી અને મકાઈના રોટલાનો પણ કરી શકો છે ઉપયોગ
3) ગળ્યા ફળ ઓછી માત્રામાં લો અને લિક્વીડ ફળનો ઉપયોગ વધારો
4) ખોરાકમાં ત્રણ સફેદ ઝેર છે ખાંડ, મીઠું અને ચોખા જેનો ઓછો ઉપયોગ કરો
5) જેટલી ભૂખ લાગી છે તેનો તરત ના સંતોષો
6) ધીમે ધીમે કરીને ખોરાકને ટુકડામાં વહેંચી લો
7) જો વધુ જમાઈ જાઓ તો કસરત કરીને અથવા ચાલીને મેઈન્ટેન કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube