Diabetes And Rice: ડાયાબિટીસ એક જટિલ બીમારી છે જે એકવાર થઈ જાય તો જીવનભર પીછો છોડતી નથી. ડાયાબિટીસના દર્દીઓએ ખાવા પીવાની વાતમાં ખાસ ધ્યાન રાખવું પડે છે. જો ખાવા પીવામાં બેદરકારી રાખવામાં આવે તો તબિયત ખરાબ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયાબિટીસના દર્દીને ભાત ન ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ભાત ભારતીય ભોજનનું અભિન્ન અંગ છે. આપણી રોજની રસોઈમાં માત્ર ભાત જ નહીં પરંતુ ચોખામાંથી બનતી અલગ અલગ વાનગીઓનો સમાવેશ કરવામાં આવે છે. જોકે ડાયાબિટીસ હોય તો ભાત ખાવાનું છોડી દેવું એમ નથી. જો તમે ભાતને યોગ્ય રીતે પકાવો છો તો પછી તેનાથી નુકસાન પણ થતું નથી.


આ પણ વાંચો: ખોટા સમયે ગ્રીન ટી પીવાથી ફાયદાને બદલે થાય છે નુકસાન, જાણો ગ્રીન ટી ક્યારે ન પીવી


સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જો તમને કે તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો મોટાભાગે તેમને કહેવામાં આવે છે કે ભાત અથવા તો ચોખામાંથી બનેલી વસ્તુઓ ન ખાઓ પરંતુ આવું કરવાની જરૂર નથી. જો તમને ભાત ભાવે છે તો તમે ડાયાબિટીસમાં પણ ખાઈ શકો છો.


આ પણ વાંચો: Orange Benefits: એક સંતરું કે સંતરાનો જ્યૂસ.. જાણો શરીર માટે શું વધારે સારું ?


ડાયાબિટીસમાં ચોખા ખાવાની મનાઈ એટલા માટે કરવામાં આવે છે કે તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ વધારે હોય છે જે બ્લડ સુગર ને સરળતાથી વધારે છે. પરંતુ આ સમસ્યાને દૂર કરવાનો પણ એક રસ્તો છે. જો તમે આ રીતે ચોખા પકાવશો તો તેનાથી ડાયાબિટીસમાં પણ તમને નુકસાન નહીં થાય. 


કેવી રીતે પકાવવા ચોખા ? 


આ પણ વાંચો: Garlic Benefits: રોજ એક કળી લસણ ખાશો તો પણ આ બીમારીઓ દવા વિના મટી જાશે


- સૌથી પહેલા તો ચોખાને કુકરમાં પકાવવાનું છોડી દો. ચોખાને ખુલ્લા વાસણમાં પકાવો. જેથી વધુને વધુ પાણી બહાર કાઢી શકાય અને સ્ટાર્ચ ઓછું થઈ જાય. 


- ચોખાને બાફતા પહેલા તેને સારી રીતે સાફ કરવા. એટલે કે ચારથી પાંચ વખત પાણીથી ચોખાને ધોઈ લો. તેનાથી પણ સ્ટાર્ચ ઓછું થઈ જશે.


- જો તમે ચોખાની સાથે જો ઈંડા પનીર અને તાજા શાકભાજીને પણ બાફીને તેનો ઉપયોગ કરો છો તો તેનાથી શરીરને જરૂરી પોષક તત્વ મળી રહે છે. 


- જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો તેને ચોખા ખાવાની ફ્રિકવન્સી ઓછી કરવી જોઈએ ચોખા સંપૂર્ણ રીતે બંધ કરી દેવાની જરૂર નથી.


- જ્યારે તમે ભોજનમાં ભાત ખાધા હોય તો ત્યાર પછી થોડું વોકિંગ કરી લેવું જેના કારણે બ્લડ સુગર લેવલ ઓછું કરવામાં મદદ મળશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)