Green Tea: ખોટા સમયે ગ્રીન ટી પીવાથી ફાયદાને બદલે થાય છે નુકસાન, જાણો ગ્રીન ટી ક્યારે પીવી અને ક્યારે નહીં
Side Effects Of Green Tea: દૂધવાળી ચાને બદલે સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ ગ્રીન ટી પીવાની સલાહ કરતા હોય છે. પરંતુ એ જરૂરી નથી કે ગ્રીન ટી દરેક વ્યક્તિ માટે હેલ્ધી ઓપ્શન સાબિત થાય. ગ્રીન ટી પણ નુકસાન કરી શકે છે.
Trending Photos
Side Effects Of Green Tea: ગ્રીન ટીને ફાયદાકારક માનવામાં આવે છે. દૂધવાળી ચાને બદલે સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ ગ્રીન ટી પીવાની સલાહ કરતા હોય છે. પરંતુ એ જરૂરી નથી કે ગ્રીન ટી દરેક વ્યક્તિ માટે હેલ્ધી ઓપ્શન સાબિત થાય. ગ્રીન ટી પણ નુકસાન કરી શકે છે. ખાસ કરીને જો તમને ગ્રીન ટી ક્યારે પીવી તે વાતનો ખ્યાલ ન હોય તો તમારું સ્વાસ્થ્ય ખરાબ પણ થઈ શકે છે. તો ચાલો તમને આજે જણાવીએ કે કયા સમયે ગ્રીન ટી પીવાથી શરીરને નુકસાન થાય છે.
ગ્રીન ટી થી થતા ફાયદા
- કેન્સર એક ગંભીર બીમારી છે તેનું જોખમ ઘટાડવા માટે ગ્રીન ટી પીવી જોઈએ. ગ્રીન ટી પીવાથી બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ ઘટે છે. તેમાં રહેલા તત્વ કેન્સર સેલ્સને શરીરમાં વધતા અટકાવે છે.
- જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તેમણે ગ્રીન ટી પીવી જોઈએ તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટવા લાગે છે અને બ્લોકેજ પણ ઓછું થવા લાગે છે.
- સ્કીન ડેમેજ થઈ ગઈ હોય અથવા તો સ્કીન સમસ્યા હોય તો ગ્રીન ટી પીવી જોઈએ. ગ્રીન ટી પીવાથી ત્વચાના ઇન્ફેક્શનથી બચાવ થાય છે.
- ગ્રીન ટી એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તે મેટાબોલિઝમ સુધારે છે અને ધીરે ધીરે વજન ઘટાડે છે.
ગ્રીન ટી ક્યારે ન પીવી ?
ગ્રીન ટી પીવાથી આટલા બધા ફાયદા થાય છે પરંતુ તેનો યોગ્ય સમય પણ જાણવો જરૂરી છે. ગ્રીન ટી પીવાનો સૌથી બેસ્ટ સમય છે ભોજનની એક કલાક પહેલાનો. તેમાં ટેનિંગ હોય છે તેથી જમ્યા પછી તુરંત ગ્રીન ટી પીવાથી પેટની સમસ્યા થઈ શકે છે. આ સિવાય ખાલી પેટ પણ ગ્રીન ટી પીવી નહીં. જો તમે સવારે ગ્રીન ટી પીવો છો તો તેની સાથે હળવો નાસ્તો કરવો જોઈએ.
એક દિવસમાં ત્રણ કપ થી વધારે ગ્રીન ટી પીશો તો નુકસાન થવાનું નક્કી છે. આ સિવાય રાત્રે સુતા પહેલા પણ ગ્રીન ટી પીવાનું ટાળવું જોઈએ રાત્રે ગ્રીન ટી પીવાથી ડીહાઇડ્રેશન થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે