Papaya Seeds Benefits: પપૈયું ખૂબ જ ખવાતું ફળ છે. તમે પણ પપૈયું ખાધું જ હશે. પરંતુ મોટાભાગના લોકોની જેમ તમે પણ તેના બી ફેંકી દેતા હશો. જો કે આજ પછી તમે આવું નહીં કરો. કારણ કે આજે તમને જણાવીએ પપૈયાના બીજથી થતાં લાભ વિશે. પપૈયાના બીજનો ઉપયોગ કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યા દુર થાય છે. પપૈયાના બીને ફેંકી દેવાને બદલે તેને બોક્સમાં પેક કરી રાખવા જોઈએ. જેથી તેનો જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પપૈયાના બીજના ફાયદા


આ પણ વાંચો:


વારંવાર પડતા હોય મોંમાં ચાંદા તો નિયમિત ખાવા આ ફળ, પછી નહીં થાય ક્યારેય સમસ્યા


Onion Benefits: રોજ એક ડુંગળી ખાવાથી બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં, શરીરને થશે ફાયદા


કાકડી ખાધા પછી તુરંત ન પીવું પાણી, ટેવ હોય તો તબીયત બગડે તે પહેલા બદલી દો આદત



1. શરદી અને ફલૂ 
પપૈયાના બીમાં રહેલા પોલિફીનોલ્સ અને ફ્લેવોલોઇડ્સ જેવા એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરમાં ફ્રી રેડિકલની અસરને ઘટાડે છે. જેનાથી ચેપ લાગવાનું જોખમ ઘટે છે.



2. કોલેસ્ટ્રોલ ઘટે છે
પપૈયાના બીમાં ફેટી એસિડ જોવા મળે છે, જે લોહીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે જેના કારણે ધમનીઓમાંથી પ્લાક ઘટી જાય છે. તેનાથી બ્લડ પ્રેશર પણ ઘટે છે. તેનાથી હાર્ટ એટેક, કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝ જેવી હ્રદયની બીમારીઓનું જોખમ ઘટી જાય છે.



3. વજન ઓછું થાય છે
પપૈયાના બીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ છે. જો પાચનતંત્ર સારું હોય તો વધતું વજન અટકે છે. 



આ રીતે કરો પપૈયાના બીનું સેવન 


પપૈયાના બીનો દવા તરીકે ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલા પપૈયાના બીને પાણીથી સાફ કરી અને તડકામાં સુકવી લો. બી તડકામાં સારી રીતે સુકાઈ જાય પછી તેને પીસીને પાવડર બનાવી સ્ટોર કરો. ત્યારબાદ તેનો ચૂર્ણ તરીકે જરૂર જણાય તે રીતે ઉપયોગ કરો.



(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)