Healthy Food: રાત્રે જમવામાં રોટલી ખાવી કે ભાત ? બંનેમાંથી કઈ વસ્તુ ખાવી શરીર માટે ફાયદાકારક ?
Healthy Food: સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો રાત્રે ભારે ભોજન કરવું જોઈએ નહીં. તેવામાં તમારા મનમાં પણ પ્રશ્ન થતો હશે કે રાત્રે ભાત ખાવો સારો કે રોટલી ? આજે તમને જણાવીએ કે રાતના ભોજનમાં કઈ વસ્તુ ખાવી ફાયદાકારક છે.
Healthy Food: ભાત અને રોટલી બંને આપણા ભોજનનો અભિન્ન અંગ છે. પરંતુ વાત જ્યારે રાત્રે હળવું ભોજન કરવાની હોય તો રોટલી ખાવી કે પછી ભાત ખાવા જોઈએ ? ફિટનેસ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કઈ વસ્તુ ખાવી ફાયદાકારક છે તે જાણવું જરૂરી છે. રોટલી અને ભાત બંનેમાં અલગ અલગ પ્રકારના પોષક તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય પર અલગ અલગ રીતે અસર કરે છે. મોટાભાગના લોકો એવું માને છે કે ભાત ખાવાથી વજન વધે છે જ્યારે લોકો એવું માને છે કે રોટલી ખાવાથી પાચન સારી રીતે થઈ જાય છે. આજે તમને જણાવીએ સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર રાતના ભોજનમાં કઈ વસ્તુ ખાવી ફાયદાકારક સાબિત થાય છે.
આ પણ વાંચો: સવારે વાસી મોઢે ખાઈ લો આ ફળના બી, કબજિયાત મટી જશે અને બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે
પોષક તત્વોની દ્રષ્ટિએ જોઈએ તો ચોખાની સરખામણીમાં રોટલી વધારે ફાઇબર અને પ્રોટીન આપે છે. જે શરીર માટે ફાયદાકારક હોય છે. રોટલી ખાધા પછી પેટ કલાકો સુધી ભરેલું લાગે છે. વારંવાર ભૂખ પણ નથી લાગતી. જ્યારે ચોખામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ રોટલી કરતાં વધારે હોય છે. જો ભાત ખાવામાં આવે તો શરીરનું બ્લડ સુગર ઝડપથી વધી શકે છે. જે ડાયાબિટીસના દર્દી માટે સારું નથી.
રોટલીમાં ચોખા કરતા વધારે ફાઇબર હોય છે. સુધારવામાં મદદ કરે છે. કેટલાક લોકોને ચોખા સરળતાથી પચતા નથી. જો રોટલી ઘઉંના લોટની હોય તો તે પાચન સ્વાસ્થ્ય માટે લાભકારી સાબે તે થાય છે. જ્યારે કેટલાક લોકોને ચોખા પચાવવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો: શરદી ઉધરસનો રામબાણ ઈલાજ છે આ 5 ઉપાય, દવા વિના 2 દિવસમાં તબિયત સુધરી જશે
રોટલી ખાવી કે ચોખા તે દરેક વ્યક્તિનો વ્યક્તિગત પસંદગીનો વિષય છે. પરંતુ જો તમે રાત્રે લાઈટ ભોજન કરવા માંગો છો અને પાચનની સમસ્યાથી બચવા માંગો છો તો ચોખા તમારા માટે બેસ્ટ વિકલ્પ સાબિત થાય છે. ભાત ખાધા પછી ભારેપણું અનુભવાશે નહીં અને તેનું પાચન પણ ઝડપથી થશે. પરંતુ જો તમે વજન ઘટાડવા માંગો છો અને રાત્રે જમ્યા પછી ભૂખ ન લાગે તેવું ઈચ્છો છો તો રાતના ભોજનમાં રોટલી ખાવી ઉત્તમ છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)