નવી દિલ્હીઃ ભારતીય ભોજનની વાત કરીએ તો રોટલી કે ભાતનો ઉલ્લેખ ન થાય તે કેમ બની શકે. રોટલી અને ભાત બંને ભારતીય થાળીનો મહત્વનો ભાગ છે. રોટલી અને ભાતમાં રહેલા પોષક તત્વો વધુ અલગ હોતા નથી. પરંતુ બંને સ્વાસ્થ્ય માટે જરૂરી અને ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ બંનેને ખાવાના સમયને લઈને ખુબ સવાલ ઉઠે છે. કેટલાક લોકો રાત્રે ભાત ખાવાને યોગ્ય માને છે તો કેટલાક લોકો ડિનરમાં માત્ર રોટલી ખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શું સારો વિકલ્પ છે? આ વિશે વધુ લોકોને ખ્યાલ નથી. જો તમે આ વાતને નથી જાણતા તો આ લેખ તમારા માટે જરૂરી છે. અહીં અમે તમને રોટલી અને ચોખામાંથી ડિનરના સમયે શું ખાવું વધુ સારૂ છે, તે વિશે જણાવી રહ્યાં છીએ.


રોટલીના ફાયદા
રોટલીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનને સારૂ બનાવે છે. રોટલી ખાવાથી પેટ ભરેલું રહે છે, જેનાથી ઓવરઈટિંગની સંભાવના ઓછી રહે છે. રોટલી ફાઇબરથી ભરપૂર હોય છે અને તેમાં સારી માત્રામાં પ્રોટીન અને સ્વસ્થ જટિલ વસા હોય છે. આ સિવાય ચોટલી લાંબા સમય સુધી તૃપ્ત રાખવામાં મદદ કરે છે. તેમાં કેલ્શિયમ, મેગ્નીશિયમ, ફાસ્ફોરસ અને સોડિયમની માત્રા સારી હોય છે અને તે ચોખાની તુલનામાં બ્લડ સુગરના સ્તરને જલ્દી વધારતું નથી. 


ચોખાના ફાયદા
ચોખાને હળવું ભોજન માનવામાં આવે છે. ચોખામાં કાર્બોહાઇડ્રેટ હોય છે, જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે. ચોખામાં રોટલીની તુલનામાં ઓછો ફાઇબર, પ્રોટીન અને વસા હોય છે. તેમાં વધુ કેલેરી પણ હોય છે. ચોખામાં સ્ટાર્ચની વધુ માત્રા હોવાને કારણે તેને પચાવવા સરળ હોય છે, જ્યારે રોટલીને પચવામાં સમય લાગે છે. ચોખામાં ફોલેટની માત્રા વધુ હોય છે, જે પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ છે, જે તમારા સ્વાસ્થ્ય માટે સારૂ છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ સફેદ ચોખા વધુ પોલિશ કરવામાં આવે છે, જેના કારણે તેના ઘણા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. તેથી જો તમે ચોખા ખાવા ઈચ્છો છો તો બ્રાઉન રાઇસ સારો વિકલ્પ છે. 


આ પણ વાંચોઃ સ્તનપાનથી બાળકની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધે છે? જાણવા જેવું છે કારણ


શું છે સારો વિકલ્પ?
ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીતમાં એપોલો હોસ્પિટલના ચીફ ક્લીનિકલ ન્યૂટ્રિશનિસ્ટ ડો. પ્રિયંકા રોહતગીએ રાત્રે રોટલી ખાવાની સલાહ આપે છે, કારણ કે તે ફાઇબરથી ભરપૂર હોય છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તમે રાત્રે મિસ્સી રોટલી કે દાળ રોટલી ખાય શકો છો, કારણ કે સામાન્ય રોટલીની તુલનામાં વધુ પ્રોટીન હોય છે. તે કહે છે કે રાત્રે બે રોટલી, એક વાટકી દાળ કે એક વાટકી શાક ખાય શકો છો. પરંતુ જો તમે ચોખા ખાવાના શોખીન છો અને રાત્રે ચોખા ખાવાની ઈચ્છા થાય છે તો ખિચડી બનાવો અને તેમાં દાળ અને શાકભાજી મિક્સ કરો. તેનાથી પેટ ભરેલું રહેશે અને પોષક તત્વો પણ શરીરને ભરપૂર માત્રામાં મળશે. 


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.