Health Tips: ભોજન કરતી વખતે જો સાથે સલાડ હોય તો ભોજનનો સ્વાદ વધી જાય છે. સ્વાદની સાથે સલાડ સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. ખાસ કરીને ગરમીની વાત કરીએ તો સલાડમાં ખવાતા ટમેટા કાકડી જેવી વસ્તુઓ શરીરને હાઇડ્રેટ પણ રાખે છે અને પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક સલાડ કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ? સામાન્ય રીતે લોકો સલાડમાં અલગ અલગ વસ્તુને સમારીને એક સાથે ખાતા હોય છે. તેમાં સૌથી સામાન્ય હોય છે ટામેટા અને કાકડી. મોટાભાગે લોકો કાકડી અને ટામેટાને એક સાથે ખાતા હોય છે આમ કરવું સ્વાસ્થ્ય નિષ્ણાંતોના અનુસાર હાનિકારક સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


ફળ કાપી તેના પર ખાંડ અથવા મીઠું ઉમેરી ખાવું જોખમી, સ્વાસ્થ્યને થાય છે નુકસાન


આ શાકભાજીથી ડાયાબિટીસના દર્દીએ રહેવું દુર, ઝડપથી વધારે છે Blood Sugar


આવા લોકોએ ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, ખાવાથી પેટ બની જશે 'ગેસ ચેમ્બર'


કાકડી અને ટામેટા દરેક ઘરના સલાડમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ આ બે વસ્તુનું કોમ્બિનેશન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ બે વસ્તુને સાથે ખાવાથી પાચન ક્રિયામાં ગડબડ થઈ શકે છે કારણ કે બંને વસ્તુ એસિડિક પીએચ બેલેન્સને બગાડે છે. જેના કારણે ગેસ પેટમાં દુખાવો અપચો જેવી તકલીફો થઈ શકે છે. 


સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું જણાવવું છે કે સલાડમાં ટમેટા અને કાકડીને એક સાથે ખાવાથી પેટની તકલીફો વધી શકે છે. તેનું કારણ છે આ બંને વસ્તુઓની પ્રકૃતિ એકબીજાથી વિરુદ્ધ હોય છે. બંને વસ્તુને પચવામાં અલગ અલગ સમયની જરૂર પડે છે તેમનું ટેમ્પરેચર પણ અલગ હોય છે. તેવામાં બંને વસ્તુ સાથે ખાવાથી શરીરમાં પાચનની ગડબડ થઈ શકે છે. અને આગળ પણ શરીર માટે સમસ્યાનું કારણ બની શકે છે. 


સલાડમાં કાકડી અને મૂળા ને પણ સાથે ખાવા નહીં. કાકડીમાં એવા તત્વો હોય છે જે વિટામિન સી ને કંટ્રોલ કરે છે તેવામાં મૂળા સાથે તેને ખાશો તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. 


કાકડીને દૂધથી બનેલી વસ્તુઓ સાથે લેવાથી પણ બચવું જોઈએ ઘણા લોકો કાકડી અને દહીંને પણ સાથે ખાતા હોય છે આમ કરવાથી પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે કારણ કે આ બંને વસ્તુ એક સાથે પેટમાં જાય તો મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે તેના કારણે પેટમાં દુખાવો થઈ શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)