આવા લોકોએ ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, ખાવાથી પેટ બની જશે 'ગેસ ચેમ્બર'
Food That Cause Gas: કેટલાક લોકોની પાચનશક્તિ નબળી હોય છે તેવામાં તેમના માટે ખોરાકમાં લેવાતી કેટલીક વસ્તુઓ ગેસનું કારણ બને છે. જે લોકોને વારંવાર ગેસ થતો હોય તેમણે આ 5 પ્રકારના ખોરાકથી અંતર રાખવું જોઈએ.
Trending Photos
Food That Cause Gas: જીવનશૈલી અને ખાવા-પીવાની ખોટી આદતોના કારણે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ જતી હોય છે. પેટની સમસ્યાઓમાં પેટ ફૂલવું અથવા ગેસ થવોએ મોટી સમસ્યા છે. પેટમાં ગેસના કારણે વ્યક્તિ અસ્વસ્થ થઈ શકે છે. ગેસ થવાની સમસ્યા વારંવાર થવા લાગે તો તેની અસર સ્વાસ્થ્ય પર પણ પડે છે. ગેસની સમસ્યામાં તકલીફ થાય છે તે ઉપરાંત ખોરાકમાંથી પોષક તત્વોનું શોષણ પણ યોગ્ય રીતે થતું નથી. કેટલાક લોકોની પાચનશક્તિ નબળી હોય છે તેવામાં તેમના માટે ખોરાકમાં લેવાતી કેટલીક વસ્તુઓ ગેસનું કારણ બને છે. જે લોકોને વારંવાર ગેસ થતો હોય તેમણે આ 5 પ્રકારના ખોરાકથી અંતર રાખવું જોઈએ.
આ પણ વાંચો:
કઠોળ - કઠોળમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર હોય છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ પણ હોય છે. મોટાભાગના કઠોળના કારણે પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે. જેના કારણે પેટમાં ગેસની સમસ્યા થાય છે.
મશરૂમ - મશરૂમને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો માટે મશરૂમ પેટમાં ગેસ થવાનું કારણ બની જાય છે. તેથી જે લોકોને ગેસની તકલીફ વારંવાર થતી હોય તેમણે મશરૂમ ખાવાનું ટાળવું જોઈએ.
કાર્બોનેટેડ ડ્રિંક્સ - કાર્બોનેટેડ ડ્રિંક્સ એટલે કે સોડા, કોલ્ડ ડ્રિંક્સ વગેરેથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે, જેના કારણે પેટમાં ગેસ વધવાનું શરૂ થઈ જાય છે. કાર્બોનેટેડ પીણામાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે જો તમે વધારે પ્રમાણમાં તેનું સેવન કરો તો તે ગેસનું કારણ બને છે.
કોબી - કોબી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કોબી, ફ્લાવર, બ્રોકોલી જેવા શાકભાજી પેટમાં ગેસ ઉત્પન્ન કરે છે. જે લોકોની પાચન શક્તિ નબળી હોય છે તેમણે આ વસ્તુઓ ખાવી જોઈએ નહીં.
ડુંગળી - રસોઈને સ્વાદિષ્ટ બનાવતી ડુંગળી પણ કેટલાક લોકો માટે ગેસનું કારણ બને છે. ડુંગળીમાં ફ્રુક્ટોઝ જોવા મળે છે. આ એક પ્રકારનું ફાઈબર છે જેના કારણે પેટમાં ગેસ વધી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે