નવી દિલ્હીઃ આપણા ખાદ્ય પદાર્થમાં તે તમામ ઔષધિય ગુણ હોય છે, જે કોઈ બીમારીને ઠીક કરવા જોઈએ. બસ  આપણે તેના યોગ્ય ઉપયોગ વિશે ખબર હોવી જોઈએ. આવું એક ફૂડ લસણ છે, જે પુરૂષો માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લસણ ખાવાની સાચી રીતઃ 
આયુર્વેદ માને છે કે તેમાં એન્ટિસેપ્ટિક, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. સવારે ખાલી પેટે લસણની 2-3 કાચી કળી ખાવાથી રોગો દૂર થાય છે. જેના કારણે દરેક અંગ સ્વસ્થ અને મજબૂત બનશે.


શક્તિશાળી પોષણથી ભરપૂર
તાકાત વધારવા માટે પ્રોટીન અને અન્ય પોષક તત્વો ખુબ જરૂરી છે. આ સફેદ કળીઓમાં પ્રોટીન, કાર્બ્સ, મૈંગનીઝ, વિટામિન બી 6, વિટામિન સી, સેલેનિયમ અને ફાઇબર મળી જાય છે. 


આ પણ વાંચોઃ Benefits of Banana: આ રીતે કરો કેળાનું સેવન, યાદશક્તિ અને આંખોની રોશની વધશે


ક્યારેય નહીં પડો બીમાર
ઇમ્યુનિટી વધારવા માટે પણ લસણ ખાવામાં આવે છે. 2016નું એક રિસર્ચ કહે છે કે એડ્ઝ ગાર્લિક એક્સટ્રેક્ટ લેવાથી શરદી-ઉધરસ જેવી સામાન્ય બીમારી ખુબ ઓછી છાય છે. આ પ્રક્રિયામાં એક ખાસ લિક્વિડની અંદર કળીઓને પલાળી 20 મહિના સુધી સ્ટોર કરવામાં આવે છે. 


પુરૂષો માટે જરૂરી છે લસણ
મહિલાઓના મુકાબલે પુરૂષોમાં હાર્ટની બીમારીનો ખતરો વધુ રહે છે. જેનું મોટુ કારણ છે હાઈ બ્લડ પ્રેશર. નિયમિત રૂપથી લસણ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની દવા જેવી અસર જોવા મળી છે. 


ખુબ વધી જશે સ્ટેમિના
લસણનો ઉપયોગ સ્ટેમિના વધારવા માટે પણ કરી શકાય છે. જૂના સમયમાં ગ્રીસના એથલીટ તેનો ઉપયોગ કરતા હતા, જેથી થાક અને નબળાઈ દૂર થઈ શકે.


આ પણ વાંચોઃ આંખ આવી હોય ત્યારે ન કરવું આ કામ, કરશો તો થઈ જશો આંધળા, તુરંત કરો ડોક્ટરનો સંપર્ક


હાડકામાં ભરશે જીવ
હાડકાની નબળાઈ અને દુખાવાથી પરેશાન લોકો આ ઉપાયને જરૂર અજમાવો. ઘણા રિસર્ચમાં જોવામાં આવ્યું છે કે મહિલાઓ લસણ ખાય ઓસ્ટિયોપોરોસિસ અને ઓસ્ટિયોઆર્થરાઇટિસના ખતરાને ઘટાડી શકે છે. 


ડિસ્ક્લેમરઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. આ કોઈ પ્રકારની સારવાર કે દવાનો વિકલ્પ ન હોઈ શકે. તમે વધુ જાણકારી માટે ડોક્ટરનો સંપર્ક કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube