10 વર્ષ વધુ આયુષ્ય લંબાવવા માંગો છો, તો જાણો શું છે વધુ જીવવાનું સિક્રેટ
એક માણસના લાંબા આયુષ્યની પાછળ અનેક પરિબળો અસર કરે છે. જેમાંથી કેટલાંક આપણા કંટ્રોલની બહાર છે. જેમ કે જેનેટિક્સ. પરંતુ તેમાં ખાવા-પીવા સાથે જોડાયેલી વસ્તુઓની પણ મહત્વની ભૂમિકા હોય છે.
Best Food For Longer Life: સ્વાસ્થ્યપ્રદ, ખુશખુશાલ અને લાંબા આયુષ્યની કામના દરેક વ્યક્તિની હોય છે. એક માણસના લાંબા આયુષ્યની પાછળ અનેક પરિબળો અસર કરે છે. જેમાંથી કેટલાંક આપણા કંટ્રોલની બહાર છે. જેમ કે જેનેટિક્સ. પરંતુ તેમાં ખાવા-પીવા સાથે જોડાયેલી વસ્તુઓની પણ મહત્વની ભૂમિકા હોય છે. એક સારો ડાયેટ પ્લાન તમારી ઉંમર વધારવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
હેલ્થી ડાયેટ પર ફોકસ કરો:
PLOS મેડિસિનમાં પ્રકાશિત એક સ્ટડીમાં સંશોધનકર્તાઓએ જોયું કે જો કોઈ 20 વર્ષની વ્યક્તિ પોતાના ડાયેટમાં વધારે ફળ, લીલા શાકભાજી, ડ્રાયફૂટ્સ વગેરેનો સમાવેશ કરી લો. અને સાથે જ પ્રોસેસ્ડ ફૂડ પર અંકુશ મૂકી દો તો તમારી ઉંમરમાં 10થી 13 વર્ષ સુધીનો વધારો થઈ શકે છે. સંશોધનકર્તાઓનો દાવો છે કે જો 60 વર્ષની ઉંમરમાં પણ કોઈ માણસ વધારે હેલ્થી ડાયેટ લેવાની શરૂઆત કરે છે તો તેની ઉંમર પણ 8થી 9 વર્ષ વધી શકે છે.
મેડિટેરેનિયન ડાયેટની કમાલ:
મેડેટેરેનિયન ડાયેટ જેમાં ઓલિવ ઓઈલ, બદામ,બી, કઠોળ અને માછલી જેવી વસ્તુનો સમાવેશ થાય છે. જીવન પ્રત્યાશાને વધારવામાં તે સફળ સાબિત થઈ શકે છે. આ ડાયેટ પેટર્નમાં એન્ટી-ઈન્ફ્લેમેટરીના ગુણ આપણા માટે ઘણા ફાયદાકારક રહે છે. જોકે જો તમે મેડિટેરેનિયન ડાયેટની જગ્યાએ બીજી કેટલીક વસ્તુઓ વિશે વિચારો છો તો તેના પણ કેટલાંક વિકલ્પ રહેલા છે.
અખરોટ-બદામ ખાવાથી ઉંમર વધશે:
તેના માટે સૌથી સારું એ છે કે તમે તમારા ડેઈલી રૂટિનમાં ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરો. અખરોટ, બદામથી લઈને પિસ્તા સુધી બધા જબરદસ્ત સુપરફૂડ છે. જેને તમે સ્નેક્સના રૂપમાં ખાઈ શકો છો. હેલ્થી ફીટ, એન્ટી ઓક્સિડેન્ટ, ફાઈબર, અનેક પ્રકારના વિટામિન, મિનરલ અને પ્લાન્ટ બેસ્ડ ફૂડથી માત્ર તમારી બોડીને એનર્જી મળે છે. પરંતુ તેમાં અનેક પ્રકારના ખાસ પોષક તત્વ પણ હોય છે. ડ્રાય ફ્રૂટ્સ માત્ર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. પરંતુ તેમનું નિયમિત સેવન કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે.
ડ્રાય ફ્રૂટ્સ માત્ર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે:
ડ્રાય ફ્રૂટ્સ માત્ર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. પરંતુ તેનું નિયમિત સેવન કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું કરે છે. બ્લડ શુગર લેવલ પણ બેલેન્સ રહે છે. અને વજન કંટ્રોલ કરે છે. જેનાથી આપણે મેદસ્વીપણાનો શિકાર થતાં નથી. એક્સપર્ટ્સનો દાવો છે કે અખરોટ-બદામના સંતુલિત ખોરાક આપણને એક હેલ્થી અને લાાંબુ આયુષ્ય આપવામાં મદદ કરે છે.
20 સ્ટડીઝનું મૂલ્યાંકન કરનારા મેટા એનાલિસિસનું પરિણામ દર્શાવે છે કે રોજિંદા લગભગ 28 ગ્રામ ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી કોઈપણ કારણવશ થનારી મોતનું જોખમ 22 ટકા ઓછું થઈ જાય છે. તેનું પરિણામ એ દર્શાવે છે કે તેનાથી રેસ્પિરેટરી ડિસીઝ, ડાયાબિટીસ, ન્યૂરો ડીજેનરેટિવ ડિસીઝ, ઈન્ફેક્શન ડિસીઝ અને કિડની ડિસીઝથી મોતનું જોખમ પણ ઘણું ઓછું થઈ જાય છે.