Kajal In New Born Baby Eyes: ભારતીય ઘરોમાં બાળકનો જન્મ થાય ત્યારથી જ તેને આંખમાં આંજણ કરવામાં આવે છે. આવું કરવાનું કારણ એમ હોય છે કે લોકો માને છે કે બાળકને આંજણ લગાડવાથી તેને નજર લાગતી નથી સાથે જ તેની આંખો પણ મોટી થાય છે. પરંતુ મેડિકલ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બાળકની આંખમાં આંજણ કરવું તેના માટે નુકસાનકારક છે. આજે તમને જણાવીએ કે નવજાત બાળકની આંખોમાં આંજણ કરવાથી શું નુકસાન થાય છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


સત્તૂ સાથે આ વસ્તુનું રોજ કરો સેવન, થોડા જ દિવસોમાં હાઈ કોલેસ્ટ્રોલથી મળશે મુક્તિ


ફળ કાપી તેના પર ખાંડ અથવા મીઠું ઉમેરી ખાવું જોખમી, સ્વાસ્થ્યને થાય છે નુકસાન


Weight Loss: નાસ્તાનો સમય બદલીને ઘટાડો વજન, થોડા જ દિવસોમાં પેટની ચરબી થશે ગાયબ


બજારમાં મળતા કાજલ કેમિકલયુક્ત હોય છે તેવામાં નવજાત બાળકની નાજુક આંખમાં તમે કાજલનો ઉપયોગ કરો છો તો તેનાથી આંખને નુકસાન થાય છે. બાળકની આંખમાં કેમિકલ જવાથી તેને આંખ સંબંધિત સમસ્યા થઈ શકે છે. તેથી જ નિષ્ણાંતો પણ કહે છે કે બાળકની આંખમાં આંજણ કરવું સેફ નથી. બજારમાં મળતા કાજલમાં લીડનું પ્રમાણ વધુ હોય છે જે આંખ વડે બાળકના શરીરના અન્ય ભાગોને પણ પ્રભાવિત કરી શકે છે. 


નવજાત બાળકની આંખમાં કાજલ લગાવવાથી તેને કનજેકટીવાયટીસની સમસ્યા પણ થઈ શકે છે. આ સિવાય તેને આંખમાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે. નવજાત બાળકની આંખમાં કાજલ કરવાથી આંખ લાલ થઈ જવી, આંખમાંથી પાણી નીકળવું, આંખ ચીકણી થઈ જવી અને અલ્સર જેવી સમસ્યા પણ થઈ શકે છે. નાના બાળકને કાજલ કરતી વખતે આંખમાં દુખાવાની તકલીફ પણ થાય છે તેના કારણે આંખોમાં બળતરા પણ થઈ શકે છે.


કેટલાક લોકોનું માનવું હોય છે કે ઘરે તૈયાર કરેલું કાજલ બાળક માટે સેફ હોય છે પરંતુ બાળકની આંખ માટે આ કાજલ પણ સેફ નથી તેનાથી પણ બાળકને ઇન્ફેક્શન થઈ શકે છે કારણ કે બાળકની ત્વચા અને આંખ સેન્સેટિવ હોય છે તેવામાં ઘરે બનાવેલા કાજલનો ઉપયોગ કરવાથી પણ તેને ઇન્ફેક્શન થઈ શકે છે. આ ઉપરાંત બાળકની આંખમાં કાજલ માતા પોતાની આંગળી વડે લગાડે છે. આંખમાં આંગળી જવાથી પણ બાળકને તકલીફ થઈ શકે છે અને તેની આંખ પ્રભાવીત થઈ શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)