Side Effects Of Tomato: ટમેટાનો ઉપયોગ રોજેરોજ દરેક ઘરમાં થાય છે. ટમેટા રસોઈનું અભિન્ન અંગ છે. ટમેટાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. ટમેટા વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. દાળ, શાક ઉપરાંત ટમેટાનો ઉપયોગ ચટણી અને સલાડમાં પણ કરવામાં આવે છે. ટમેટા પોષક તત્વથી ભરપૂર હોય છે અને તેને ખાવાથી શરીરને ફાયદા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ડિહાઈડ્રેશનની જેમ ઓવરહાઈડ્રેશન પણ ખરાબ, જાણો દિવસ દરમિયાન કેટલું પાણી પી શકાય ?


વિટામિન સી થી ભરપૂર ટમેટા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારા છે અને હાડકાને પણ મજબૂત બનાવે છે. ટમેટા ખાવાથી ઇમ્યુનિટી પણ વધે છે. ટમેટા ખાવાથી થતા આ બધા ફાયદા ત્યારે જ થાય છે જ્યારે તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. જો તમે ટમેટા ખોટી રીતે ખાતા હશો તો ફાયદા કરવાને બદલે નુકસાન કરશે. આજે તમને જણાવીએ ટમેટા ખાવાની સાચી રીત. 


ટમેટાના બી ન ખાવા


આ પણ વાંચો: Heart Attack: હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા કમરથી ઉપરના આ 5 અંગોમાં રહે છે દુખાવો


ટમેટા એસીડીક ફળ છે તેથી તેને હંમેશા પકાવીને જ ખાવું જોઈએ. પરંતુ જો તમે કાચા ટમેટાનો ઉપયોગ સલાડમાં કરો છો તો તેના બી દૂર કરી દેવા. બી સાથે ટમેટા ખાવાથી એસિડિટી થઈ શકે છે. તેના કારણે છાતીમાં બળતરા પણ રહે છે. તેથી કાચા ટમેટા ખાવા હોય તો બી કાઢીને ખાવા જોઈએ. 


ખાંડ અને મીઠા સાથે ખાવું ટમેટું 


આ પણ વાંચો: Heart Health: હાર્ટની સૌથી મોટી ધમની બ્લોક હોય ત્યારે શરીરમાં જોવા મળે આ 7 લક્ષણ


ટમેટામાં કુદરતી રીતે જ એસિડ વધારે હોય છે. ટમેટાનું પાચન સરળતાથી થાય તે માટે ખાંડ અને મીઠું ઉમેરીને તેને ખાવા જોઈએ. ખાંડ અને મીઠું ઉમેરવાથી ટમેટાના કારણે એસીડીટી થવાનું જોખમ ઘટી જાય છે. 


એલ્યુમિનિયમના વાસણમાં ન રાખો ટમેટા 


આ પણ વાંચો: ડાયાબિટીસ હોય તો કેરી ખવાય કે નહીં ? તમને પણ આ પ્રશ્ન થતો તો જાણી લો સાચો જવાબ


ટમેટાને પકાવવા માટે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ ન કરવો. ટમેટામાં રહેલું એસિડ એલ્યુમિનિયમ સાથે રિએક્ટ કરે છે અને તેના કારણે ટમેટાનો સ્વાદ કડવો થઈ શકે છે. તેથી ટમેટાને પકાવવું હોય તો હંમેશા તાંબા કે સ્ટેનલેસ સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો. 


ટમેટાને રાખો રૂમ ટેમ્પરેચર પર 


આ પણ વાંચો: લુઝ મોશનમાં આ પાંચ વસ્તુઓ ખાશો તો દવા લેવાની જરૂર નહીં પડે, તુરંત કરે છે અસર


મોટાભાગના ઘરોમાં ટમેટાને ફ્રિજમાં સ્ટોર કરવામાં આવે છે. પરંતુ ટમેટાને ક્યારેય ફ્રિજમાં રાખવા નહીં. ટમેટાને હંમેશા રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરવા જોઈએ. જો તમારી ઈચ્છા છે કે ટમેટા ઝડપથી પાકે નહીં તો તેને કેળા કે એવોકાડો જેવા ફળની પાસે રાખવા.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)