Silent Killer Disease: આ રોગ કોઈપણ વ્યક્તિને ગમે ત્યાં, ગમે ત્યારે થઈ શકે છે. હવામાં તરતા વાયરસ, વિવિધ પદાર્થો પર ચોંટેલા ખતરનાક બેક્ટેરિયા જાણી-અજાણ્યે શરીરમાં પ્રવેશે છે અને રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે પછી શરીરમા આ રોગ ઘર કરી લે છે.. બીજી તરફ, કેટલીક બીમારીઓ ખરાબ જીવનશૈલીને કારણે થાય છે, જ્યારે કેન્સર જેવા રોગો કોષોની અનિયંત્રિત વૃદ્ધિને કારણે થાય છે. આ રોગોમા લાંબા સમય સુધી લક્ષણો દેખાતા નથી પરંતુ ધીમે ધીમે શરીરને અંદરથી પોલુ કરી નાખે છે. આવા રોગોને સાયલન્ટ કિલર તરીકે જ જોવામાં આવે છે. આજે આપણે આવા 5 સાયલન્ટ કિલર રોગો વિશે જાણીશું..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. હાયપરટેન્શન
હાઈપરટેન્શન, જેને હાઈ બ્લડ પ્રેશર તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્લડ પ્રેશર શું છે? ચાલો પહેલા તેને સમજીએ. હૃદયનું કાર્ય શરીરના વિવિધ અવયવોમાં લોહી પંપ કરવાનું છે. ચોક્કસ સમયે શરીરના દરેક અંગમાંથી લોહી પસાર થતું હોય છે. પરંતુ તણાવ અને અન્ય કારણોસર હૃદય દબાણ સ્વીકારવાનું શરૂ કરે છે અને લોહીને પમ્પ કરવાની ઝડપ વધારી દે છે. આને હાઈ બ્લડ પ્રેશર કહેવાય છે. લોઅર બ્લડ પ્રેશર 80 mmHg અને ઉપરનું 120 mmHg હોવું જોઈએ. પરંતુ ઘણી વખત દર્દીઓનું બ્લડ પ્રેશર 180 થી 200 mmHg સુધી વધી જાય છે. આ હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શનની સ્થિતિ છે. આ સ્થિતિ ચિંતાજનક છે. ખાસ વાત એ છે કે ધીમે-ધીમે બ્લડ પ્રેશર વધી જાય છે અને તેના લક્ષણોની ખબર નથી પડતી. તેથી જ આ રોગને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. તેનાથી બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો ઘણો વધી જાય છે.



આ પણ વાંચો:
હોર્મોન્સને લગતી તકલીફોને મટાડી દેશે આ 6 નેચરલ ઉપાય, આજે જ અજમાવી જુઓ
આવો જાણીએ કોણ છે અંબાણી પરિવારની લાડલી ઈશા અંબાણીની નણંદ?
10મું પાસ મેળવો વીજળી વિભાગમાં નોકરી, પગાર રૂ. 39000, અહીં કરો અરજી


2. કોલેસ્ટ્રોલ
ઉચ્ચ કોલેસ્ટ્રોલને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. જ્યાં સુધી આ રોગ ખતરનાક સ્તરે ન પહોંચે ત્યાં સુધી તે દર્દીમાં કોઈ લક્ષણો પેદા કરતું નથી. હાઈ કોલેસ્ટ્રોલ ત્યારે થાય છે જ્યારે લોહીમાં એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલ નામના ફેટી પદાર્થનું વધુ પડતું સંચય થાય છે. આનું મુખ્ય કારણ જંક ફૂડ, દારૂનું સેવન, ખરાબ જીવનશૈલી, ધૂમ્રપાન જેવી આદતો. આ કારણે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે.



3. ડાયાબિટીસ
ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે દર્દીના લોહીમાં ગ્લુકોઝ અથવા બ્લડ સુગર વધારે હોય છે. તે ત્યારે થાય છે જ્યારે સ્વાદુપિંડ યોગ્ય ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા જ્યારે શરીર ઇન્સ્યુલિનનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતું નથી. ડાયાબિટીસ એ સ્વાસ્થ્ય સંબંધિત રોગ છે. તેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં, દર્દીઓ જાણતા નથી કે તેમને ડાયાબિટીસ છે. જ્યારે ગંભીર લક્ષણો દેખાય છે. પછી તેમને ખબર પડે છે.



4. કેન્સર
કેન્સરના લક્ષણોને જોતા તેને સાયલન્ટ કિલર માનવામાં આવે છે. મોટાભાગના કેન્સર, જેમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, કોલોરેક્ટલ કેન્સર, અંડાશયનું કેન્સર અને ફેફસાના કેન્સરનો સમાવેશ થાય છે, તે શાંત છે, એટલે કે તેઓ લાંબા સમય સુધી લક્ષણો દર્શાવતા નથી. તેના વીશે ચોક્કસ તપાસ બાદ જ જાણી શકાય છે. એકવાર કેન્સરની પુષ્ટિ થઈ જાય, તરત જ સારવાર શરૂ કરવી જોઈએ.



5. ફેટી લીવર
ફેટી લીવર રોગ બે પ્રકારના હોઈ શકે છે. નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ અને આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ, જેને આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઇટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ એ એક પ્રકારનું ફેટી લિવર છે જે દારૂના સેવન સાથે સંકળાયેલું નથી. જ્યારે આલ્કોહોલિક ફેટી લીવરની બીમારી વધુ આલ્કોહોલ પીવાથી થાય છે. ફેટી લીવર રોગ ધીમે ધીમે આગળ વધે છે. તેના લક્ષણો લાંબા સમય સુધી દેખાતા નથી. તે સાયલન્ટ કિલર તરીકે કામ કરે છે. આનાથી દર્દીને કમળો, હેપેટાઈટીસ બી અથવા અન્ય ગંભીર લીવર ઈન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.



આ પણ વાંચો:
માત્ર 50,000 રૂપિયામાં શરૂ કરો આ સુપરહિટ બિઝનેસ, દર મહિને થશે લાખોની કમાણી
સિતારાઓના ઘરે વૈભવી ગાડીઓની વણઝાર, BUGAATI અને FERARIમાં ફરે છે ફિલ્મી હીરો-હીરોઈન
રુબિના દિલૈકનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસવીરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube